સત્ય. સાહસ. સંકલ્પ.

એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીત્યા બાદ અર્શદીપ સિંહ પરિવાર અને સમરીન કૌર સાથે જશ્નમાં

એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીત્યા બાદ અર્શદીપ સિંહ પરિવાર અને સમરીન કૌર સાથે જશ્નમાં

ભારતીય પુરુષ ક્રિકેટ ટીમે એશિયન ગેમ્સ 2026માં પાકિસ્તાનને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો છે. આ સાથે ભારતે સતત બીજી વખત આ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે.

મેચ પૂરી થયા બાદ ભારતીય ખેલાડીઓએ અલગ અલગ રીતે જીતનો ઉજવણી કરી હતી.

ટીમ ઈન્ડિયાના બોલર અર્શદીપ સિંહે આ જીતની ઉજવણી પોતાના પરિવાર અને ગર્લફ્રેન્ડ અભિનેત્રી સમરીન કૌર સાથે કરી હતી. અર્શદીપ અને સમરીન ગોલ્ડ મેડલ સાથે પોઝ આપતા જોવા મળ્યા હતા. મેદાનમાં બંનેએ સાથે ઘણા ફોટા પણ પડાવ્યા હતા.

સમરીન કૌર આ પ્રસંગે કાળા રંગના લાંબા ડ્રેસમાં જોવા મળી હતી. ખુલ્લા વાળ અને હળવા મેકઅપ સાથે તે સ્ટાઇલિશ લાગી રહી હતી.

અર્શદીપ સિંહ પોતાના માતા-પિતા સાથે પણ જોવા મળ્યો હતો. જીત બાદ આખો પરિવાર એકસાથે દેખાયો હતો. પરિવાર અને ગર્લફ્રેન્ડ સાથે અર્શદીપને જોઈને ચાહકો પણ ખુશ થયા હતા.

આ ફોટા સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યા છે. ચાહકો બંનેની જોડી અને તેમના બોન્ડને પસંદ કરી રહ્યા છે. ઘણા ચાહકોએ બંનેના પરિવારોની મંજૂરી મળી ગઈ હોવાની ચર્ચા કરી છે અને બંનેને જલદી લગ્ન કરવાની સલાહ આપી રહ્યા છે. કેટલાક ચાહકોએ શુભેચ્છાઓ પણ પાઠવી છે.

અર્શદીપ સિંહ અને સમરીન કૌર વારંવાર સાથે જોવા મળે છે. અર્શદીપ જ્યાં પણ જાય, સમરીન તેની સાથે જોવા મળે છે. સમરીન તેના સપોર્ટ સિસ્ટમ તરીકે પણ જોવા મળી છે.

બંનેના સંબંધોની ચર્ચા આઈપીએલ પહેલા શરૂ થઈ હતી, જ્યારે સોશિયલ મીડિયા પર ક્રિકેટરે અભિનેત્રીનો હાથ પકડ્યો હોવાનો ફોટો સામે આવ્યો હતો. આઈપીએલ દરમિયાન પણ સમરીન અર્શદીપ સાથે મુસાફરી કરતી જોવા મળી હતી.