સત્ય. સાહસ. સંકલ્પ.

અર્શદીપ સિંહે ગર્લફ્રેન્ડ સમરીન કૌરને જન્મદિવસ પર શેર કરેલી રોમેન્ટિક તસવીરો વાયરલ

અર્શદીપ સિંહે ગર્લફ્રેન્ડ સમરીન કૌરને જન્મદિવસ પર શેર કરેલી રોમેન્ટિક તસવીરો વાયરલ

ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે પોતાની ગર્લફ્રેન્ડ અને અભિનેત્રી સમરીન કૌરને જન્મદિવસ નિમિત્તે સોશિયલ મીડિયા પર ખાસ અંદાજમાં શુભેચ્છા પાઠવી છે. સમરીન કૌર આજે એટલે કે 7 સપ્ટેમ્બરે પોતાનો 27મો જન્મદિવસ ઉજવી રહી છે.

અર્શદીપ સિંહે ઈન્સ્ટાગ્રામ પર પોતાની ગર્લફ્રેન્ડ સાથેની 9 તસવીરો શેર કરી છે, જેમાં બંને વિવિધ સ્થળોએ જોવા મળે છે. તસવીરોમાં બંનેની કેમિસ્ટ્રી અને પ્રેમ સ્પષ્ટ દેખાય છે. ક્યાંક બંને મસ્તી કરતા જોવા મળે છે, તો ક્યાંક એકબીજાની સાથે સમય વિતાવતા દેખાય છે.

આ તસવીરો શેર કરતી વખતે અર્શદીપે લખ્યું, 'હેપ્પી બર્થડે મારી જાન. મારી સૌથી વ્હાલી, સમજદાર, મેચ્યોર, ખૂબસૂરત અને મસ્તમૌલા જીવનસાથી.' આ પોસ્ટને ચાહકો તરફથી ખૂબ પસંદ કરવામાં આવી રહી છે અને આ જોડીને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા જોરશોરથી ચાલી રહી છે.

સમરીન કૌરનો જન્મ 7 સપ્ટેમ્બર 1999ના રોજ જમ્મુ-કાશ્મીરમાં થયો હતો. તે વ્યવસાયે અભિનેત્રી, મોડેલ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે. મોડેલિંગમાં આવતા પહેલા તેણે પુણેની સિમ્બાયોસિસ કૉલેજમાંથી B.Com (ઓનર્સ)ની ડિગ્રી મેળવી હતી. સમરીન ત્યારે ચર્ચામાં આવી હતી જ્યારે તેણે ફેમિના મિસ ઇન્ડિયા 2018 સ્પર્ધામાં જમ્મુ અને કાશ્મીરનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને ફાઇનલ સુધી પહોંચી હતી.

હાલમાં જ આ જોડીએ પોતાના હાથ પર એકબીજાના નામનું ટૂટૂ (Tattoo) કરાવીને ભારે ચર્ચા જગાવી હતી. અર્શદીપે હાથ પર 'SK' (સમરીન કૌર) અને સમરીને 'AS' (અર્શદીપ સિંહ) લખાવ્યું છે. ચાહકો હવે આ જોડીના લગ્નની તારીખની રાહ જોઈ રહ્યા છે.