સત્ય. સાહસ. સંકલ્પ.

આઇફોન 18 લોન્ચ ઇવેન્ટમાં તૃપ્તિ ડિમરી અને એપી ઢિલ્લોન જોડાયા, એપલના નવા CEOએ ફીચર્સ દેખાડ્યા

આઇફોન 18 લોન્ચ ઇવેન્ટમાં તૃપ્તિ ડિમરી અને એપી ઢિલ્લોન જોડાયા, એપલના નવા CEOએ ફીચર્સ દેખાડ્યા

બોલિવૂડ અભિનેત્રી તૃપ્તિ ડિમરી અને ગાયક એપી ઢિલ્લોન બુધવારે અમેરિકાના કેલિફોર્નિયા સ્થિત ક્યુપર્ટિનો પહોંચ્યા. બંનેએ અહીં યોજાયેલી એપલની 'આઇફોન 18' લોન્ચ ઇવેન્ટમાં ભાગ લીધો.

આ ખાસ કાર્યક્રમમાં તૃપ્તિ અને એપી ઢિલ્લોનને નવા 'આઇફોન 18 પ્રો' મોડેલ જોવાની તક મળી. આ દરમિયાન એપલના CEO જોન ટર્નસે બંને સાથે મુલાકાત કરી અને નવા આઇફોનના ફીચર્સ બતાવ્યા.

ઇવેન્ટમાં તૃપ્તિ ડિમરી રેડ કોટ અને ડેનિમમાં જોવા મળી, જ્યારે એપી ઢિલ્લોન ગ્રે જેકેટમાં દેખાયો. તૃપ્તિ ડિમરી લાઇવ સ્ટ્રીમર આઇશોસ્પીડની લાઇવસ્ટ્રીમમાં પણ થોડીવાર જોવા મળી.

એપલે બુધવારે રાત્રે 'સરપ્રાઈઝ એન્ડ શાઈન' લોન્ચ ઇવેન્ટમાં તેના પહેલા ફોલ્ડેબલ ફોન 'આઇફોન ડ્યુઓ' સહિત 6 ડિવાઇસ લોન્ચ કર્યા. 'આઇફોન ડ્યુઓ'માં 5.4-ઇંચનો કવર ડિસ્પ્લે અને અંદર 7.6-ઇંચની મુખ્ય સ્ક્રીન છે, જે અત્યાર સુધીના કોઈપણ આઇફોનનો સૌથી મોટો ડિસ્પ્લે છે.

'આઇફોન ડ્યુઓ'માં પહેલીવાર ડ્યુઅલ-બેટરી સિસ્ટમ આપવામાં આવી છે. તેમાં ફિઝિકલ સિમ કાર્ડ લાગશે નહીં, એટલે કે તે ફક્ત ઇ-સિમ પર ચાલશે.

'ડ્યુઓ' એપલનો અત્યાર સુધીનો સૌથી મોંઘો આઇફોન છે. તેની શરૂઆતની કિંમત લગભગ 3 લાખ રૂપિયા છે, જ્યારે ટોપ મોડેલની કિંમત 4.50 લાખ રૂપિયા સુધી જાય છે. ભારતમાં તેનું બુકિંગ 16 ઓક્ટોબરથી અને વેચાણ 23 ઓક્ટોબરથી શરૂ થશે.

આ સાથે, એપલે આ વખતે 'આઇફોન 18' સિરીઝમાં ફક્ત પ્રીમિયમ મોડેલ '18 પ્રો' અને '18 પ્રો મેક્સ' લોન્ચ કર્યા છે. આમાં સૌથી ખાસ મુખ્ય કેમેરા છે, જેમાં પ્રોફેશનલ DSLR કેમેરા જેવી ટેકનોલોજી આપવામાં આવી છે.

'આઇફોન 18 પ્રો'ની શરૂઆતની કિંમત 1,64,900 રૂપિયા અને 'આઇફોન 18 પ્રો મેક્સ'ની 1,79,900 રૂપિયા છે. તેમનું બુકિંગ 12 સપ્ટેમ્બરથી અને વેચાણ 18 સપ્ટેમ્બરથી શરૂ થશે. આ ઉપરાંત, ઇવેન્ટમાં 'એરપોડ્સ 5', 'એપલ વોચ સિરીઝ 12' અને 'વોચ અલ્ટ્રા 4' પણ રજૂ કરવામાં આવ્યા છે.

એપલના નવા CEO જોન ટર્નસે કંપનીનો પહેલો ફોલ્ડેબલ આઇફોન રજૂ કર્યો. આ તેમની એપલમાં પહેલી લોન્ચ ઇવેન્ટ હતી.

નવા આઇફોન્સના સ્પેશિફિકેશન્સ અને ફીચર્સ ગ્રાફિક્સમાં જુઓ...

હવે 3 તસવીરોમાં જુઓ ડ્યુઓનો લુક. ડ્યુઓનો ક્લક ડિસ્પ્લે 5.4 ઇંચ અને મેઇન ડિસ્પ્લે 7.6 ઇંચનો છે.

આઇફોન ડ્યુઓની 7.6 ઇંચની મુખ્ય સ્ક્રીન પર આઇપેડ મિની જેવો અનુભવ મળે છે. તેમાં એકસાથે બે એપ્સ ચલાવી શકાય છે.

ડ્યુઓમાં એડવાન્સ iOS27 માં A20 પ્રોનો ફાસ્ટ પ્રોસેસર આપ્યો છે.

આઇફોન 18 સિરીઝના પ્રીમિયમ ફોન્સમાં એપલ Siri AI માં 6 મોટા અપડેટ્સ આપવામાં આવ્યા છે:

સ્ક્રીન જોઈને કામ કરવું: સ્ક્રીન પર શું દેખાઈ રહ્યું છે, સિરી તેને સમજીને સીધું તે જ કાર્ય પૂર્ણ કરી દે છે.

ખાનગી ડેટાથી સચોટ જવાબ: ઈમેલ, મેસેજ કે કેલેન્ડરમાંથી માહિતી કાઢીને તમારી ફ્લાઇટ, મીટિંગ કે પ્લાન જણાવી દે છે.

એપ્સની અંદર કામ: ફક્ત એપ ખોલતી જ નથી, પરંતુ ફોટો એડિટ કરીને કોઈને મોકલવા જેવું અંદરનું કામ પણ કરી દે છે.

માણસો જેવી વાત: અટકી-અટકીને બોલવા કે અધૂરું વાક્ય બોલવા છતાં પણ વાત સરળતાથી સમજી લે છે.

બોલ્યા વગર ટાઈપિંગ: સ્ક્રીનની નીચે ડબલ ટેપ કરીને હવે સિરીને લખીને પણ કમાન્ડ આપી શકાય છે.

ચેટજીપીટી સપોર્ટ: મુશ્કેલ પ્રશ્નોના જવાબો, ટેક્સ્ટ કે રેસીપી માટે સીધા 'ચેટજીપીટી' પાસેથી મદદ લઈ લે છે.

એપલના નવા વેરેબલ ડિવાઇસ.

દિવ્ય ભાસ્કરને Google પર મનપસંદ સોર્સ બનાવો