ટેક જાયન્ટ એપલનો વાર્ષિક પ્રોડક્ટ લોન્ચ કાર્યક્રમ 'Apple Event 2026' બુધવારે (9 સપ્ટેમ્બરે) કેલિફોર્નિયાના ક્યુપરટિનો સ્થિત સ્ટીવ જોબ્સ થિયેટર ખાતે યોજાયો. કંપનીએ આ વખતે 'સરપ્રાઈઝ એન્ડ શાઈન' ટેગલાઈન સાથે આ કાર્યક્રમ રજૂ કર્યો હતો.
ભારતીય સમય મુજબ રાત્રે 10:30 વાગ્યે આ કાર્યક્રમનું લાઈવ સ્ટ્રીમિંગ શરૂ થયું હતું. દર્શકોએ એપલની સત્તાવાર વેબસાઈટ, એપલ ટીવી એપ અને યૂટ્યુબ ચેનલ પર આ ઈવેન્ટ નિહાળી હતી.
કીનોટ સંબોધનની શરૂઆતમાં એપલના નવા સીઈઓ જોન ટર્નસે કંપનીના ભવિષ્યના વિઝન વિશે જણાવ્યું. તેમણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ને એપલના આગામી વિકાસ અને યુઝર અનુભવનું મુખ્ય પ્રેરક બળ ગણાવ્યું. તેમણે કહ્યું, "એપલનો આગળનો માર્ગ અગાધ શોધો અને મોટા પરિવર્તનોથી ભરેલો છે."
ટર્નસે ભારપૂર્વક જણાવ્યું કે AI ત્યારે જ સૌથી ઉપયોગી બને છે જ્યારે તે યુઝર્સના રોજિંદા જીવન સાથે સીધું અને સહજ રીતે જોડાય. તેમના નિવેદન પરથી સંકેત મળે છે કે એપલ આગામી પ્રોડક્ટ્સ, સિસ્ટમ્સ અને ફીચર્સમાં ઊંડા સ્તરે AI એકીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરશે.
આ ઈવેન્ટમાં કઈ નવી પ્રોડક્ટ્સ અને ફીચર્સ રજૂ થયા તે અંગે વધુ વિગતો હજુ બાકી છે.