સત્ય. સાહસ. સંકલ્પ.

એપલનું નવું AI ફિચર: કસરત કરાવશે અને ખોટા મૂવમેન્ટ પણ જણાવશે

એપલનું નવું AI ફિચર: કસરત કરાવશે અને ખોટા મૂવમેન્ટ પણ જણાવશે

કેલિફોર્નિયામાં એપલે AI (કૃત્રિમ બુદ્ધિ) આધારિત નવું ફિચર વિકસાવ્યું છે. આ ફિચર કેમેરા દ્વારા કસરત કરતી વખતે થતી ખોટી હલચલની જાણ કરશે. તે ફ્લેક્સિબિલિટી, સંતુલન (બેલેન્સ) અને શારીરિક શક્તિ (સ્ટ્રેન્થ) પણ ચેક કરશે.

એપલના જણાવ્યા અનુસાર, તેમના વિઝન આધારિત AI મોડલ્સ હલચલનું વિશ્લેષણ કરીને તરત જ ઓડિયો અને વિઝ્યુઅલ પ્રતિસાદ આપશે. આથી જિમ ટ્રેનરની જરૂર પણ નહીં રહે.

આ સિસ્ટમ યુઝરના વિડિયો રેકોર્ડ, સ્ટોર કે શેર કરશે નહીં. વિડિયોનો ઉપયોગ ફક્ત વિશ્લેષણ માટે જ થશે. તે જણાવશે કે શરીરના ઉપલા ભાગમાં ફ્લેક્સિબિલિટી છે કે નહીં અને નીચલા ભાગ માટે કઈ કસરત કરવાની જરૂર છે.

સંતુલન ચકાસવા માટે એક પગ પર ઊભા રહેવાની કસરતનો સમાવેશ કરાયો છે. જ્યારે શારીરિક શક્તિ જાણવા પુશ-અપ્સ, પ્લેન્ક અને ખુરશી પર ઊભા થવા જેવી હલચલોનો ઉપયોગ થાય છે.

આ 'હેલ્થ એજ' ફિચર યુઝરના તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને જણાવશે કે વ્યક્તિની સાચી ઉંમરની સરખામણીમાં તેના શરીરની ઉંમર કેટલી છે.