સત્ય. સાહસ. સંકલ્પ.

અનુજ શ્રીવાસ્ત્રી ભારતના 100મા ચેસ ગ્રાન્ડમાસ્ટર બન્યા, ફિલિપાઇન્સમાં આસિયાન પ્લસ ચેમ્પિયનશિપ જીતી

અનુજ શ્રીવાસ્ત્રી ભારતના 100મા ચેસ ગ્રાન્ડમાસ્ટર બન્યા, ફિલિપાઇન્સમાં આસિયાન પ્લસ ચેમ્પિયનશિપ જીતી

ભારતને તેનો 100મો ચેસ ગ્રાન્ડમાસ્ટર મળ્યો છે. મધ્યપ્રદેશના કટનીના 22 વર્ષીય અનુજ શ્રીવાસ્ત્રીએ ફિલિપાઇન્સના ઓઝામિઝમાં 8 નવેમ્બરે યોજાયેલી 7મી આસિયાન પ્લસ ઇન્ડિવિજ્યુઅલ ઓપન ચેસ ચેમ્પિયનશિપ જીતીને આ સિદ્ધિ મેળવી છે. આ જીત સાથે તેમને ગ્રાન્ડમાસ્ટર બનવા માટે જરૂરી ત્રીજું નોર્મ મળ્યું.

અનુજ ગ્રાન્ડમાસ્ટર બનનાર મધ્યપ્રદેશના પ્રથમ ખેલાડી છે. ટુર્નામેન્ટમાં શરૂઆતના રાઉન્ડમાં હાર બાદ તેમણે બાકીની 8 રમતોમાં 7 પોઈન્ટ મેળવ્યા હતા.

ભારતના પ્રથમ ગ્રાન્ડમાસ્ટર વિશ્વનાથન આનંદ છે, જેમણે 1988માં આ સિદ્ધિ મેળવી હતી અને આગળ જતાં પાંચ વખત વર્લ્ડ ચેમ્પિયન બન્યા હતા.

અનુજનો જન્મ 2004માં કટનીમાં થયો હતો. તેમને ચેસ રમવાનું તેમના પિતા અશોક શ્રીવાસ્ત્રીએ શીખવ્યું હતું. અનુજ 15 વર્ષની ઉંમરે જ મધ્યપ્રદેશના સૌથી યુવા ઇન્ટરનેશનલ માસ્ટર (IM) બન્યા હતા.

અનુજે કમ્પ્યુટર સાયન્સમાં બીટેકની ડિગ્રી મેળવી છે. કોલેજના દિવસોમાં તેમણે સોફ્ટવેર ડેવલપમેન્ટ અને મશીન લર્નિંગમાં શ્રેષ્ઠ કામ કર્યું હતું. તેમણે જર્મનીમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે એક વર્ષની ઇન્ટર્નશિપ પણ પૂર્ણ કરી છે. હાલમાં અનુજ ચેસ રમવાની સાથે-સાથે ઓનલાઇન ચેસ પ્લેટફોર્મ્સ દ્વારા વિશ્વભરના અદ્યતન સ્તરના ચેસ ખેલાડીઓને તાલીમ પણ આપે છે.

ઓલ ઇન્ડિયા ચેસ ફેડરેશન (AICF)ના અધ્યક્ષ નિતિન નરંગે અનુજને શુભેચ્છા પાઠવી છે. તેમણે 7મી ASEAN પ્લસ ઇન્ડિવિજ્યુઅલ ચેસ ચેમ્પિયનશિપ 2026 જીતીને સીધો GM ખિતાબ હાંસલ કરવા બદલ ખુશી વ્યક્ત કરી છે.