સત્ય. સાહસ. સંકલ્પ.

અંજારમાં દિનદહાડે વૃદ્ધ મહિલાની ચેઈન લૂંટાઈ, CCTVમાં ત્રણ શખ્સો કેદ

અંજારમાં દિનદહાડે વૃદ્ધ મહિલાની ચેઈન લૂંટાઈ, CCTVમાં ત્રણ શખ્સો કેદ

કચ્છના અંજારમાં ચેઈન સ્નેચિંગની ઘટના સામે આવી છે. બાઈક પર આવેલા ત્રણ શખ્સોએ જાહેર રોડ પરથી પસાર થતી એક વૃદ્ધ મહિલાના ગળામાંથી ચેઈન ખેંચીને લૂંટી લીધી અને ભાગી ગયા હતા. ઘટના દિનદહાડે બની હોવાથી આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

ઘટનાની વિગત મુજબ, એક જ મોટરસાયકલ પર સવાર થઈને આવેલા ત્રણ શખ્સોએ પુરઝડપે બાઇક પસાર કરીને મહિલાની ચેઇન ખેંચી લીધી હતી. આ સમગ્ર ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ છે.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા પણ અંજારમાં લૂંટની ઘટના સામે આવી હતી. આ ઘટનાઓને પગલે સ્થાનિક મહિલાઓમાં ભારે ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.