જાણીતા સંગીત કંપોઝર અનિરુદ્ધ રવિચંદર અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) ક્રિકેટ ટીમના માલિક કાવ્યા મારને લગ્ન કરી લીધા છે. તેમની લગ્નની પહેલી તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
તસવીરમાં અનિરુદ્ધે આઇવરી રંગનો કુર્તો અને વેષ્ટી પહેર્યા છે, જ્યારે કાવ્યાએ બ્લશ-પિંક રંગનો લહેંગો પહેર્યો છે. આ દંપતીનો પરંપરાગત અને ભવ્ય લુક ચાહકોને ખૂબ ગમી રહ્યો છે. તસવીર સાથેના કેપ્શનમાં લખ્યું છે, 'My once in a lifetime, for a lifetime'.
આ લગ્નથી ક્રિકેટ અને મનોરંજન જગતના ચાહકોમાં ખુશીનો માહોલ છે. બંનેના ચાહકોએ સોશિયલ મીડિયા પર શુભેચ્છાઓ પાઠવી છે.