સત્ય. સાહસ. સંકલ્પ.

અનિલ કપૂરનો નવો ગેમ શો 'India Ke Top 1%' 19 સપ્ટેમ્બરથી, 26 કરોડનું ઈનામ

અનિલ કપૂરનો નવો ગેમ શો 'India Ke Top 1%' 19 સપ્ટેમ્બરથી, 26 કરોડનું ઈનામ

અનિલ કપૂરના નવા રિયાલિટી શો 'India Ke Top 1% – The Anil Kapoor Show' નો પ્રોમો સ્ટાર પ્લસે રજૂ કર્યો છે. આ શોમાં 100 સ્પર્ધકો ભાગ લેશે અને સીઝનની કુલ ઈનામ રકમ 26 કરોડ રૂપિયા રહેશે. શોનું ગ્રાન્ડ પ્રીમિયર 19 સપ્ટેમ્બરે રાત્રે 8 વાગ્યે સ્ટાર પ્લસ પર થશે, જ્યારે જીઓ હોટસ્ટાર પર પણ તે ઉપલબ્ધ રહેશે.

અનિલ કપૂર અગાઉ 'બિગ બોસ OTT 3' હોસ્ટ કરી ચૂક્યા છે. આ નવા શો દ્વારા તેઓ ટેલિવિઝન પર પાછા ફરી રહ્યા છે. શોનું સૂત્ર છે, “જે કન્ટેસ્ટન્ટને વાત ખટકી, તેની જીત પાક્કી!” પ્રોમોમાં ભવ્ય મંચ અને ઉત્સાહી વાતાવરણ જોવા મળે છે.

અનિલ કપૂરે 25 વર્ષ પહેલાં 'નાયક' ફિલ્મમાં શિવાજી રાવની ભૂમિકા ભજવી હતી, જે આજે પણ યાદ કરવામાં આવે છે. હવે તે જ ઊર્જા સાથે તેઓ આ શોમાં જોવા મળશે.