સત્ય. સાહસ. સંકલ્પ.

દાદા સાહેબ ફાળકે એવોર્ડ 2024 અનંત નાગને, 22 સપ્ટેમ્બરે કેવડિયામાં એનાયત થશે

દાદા સાહેબ ફાળકે એવોર્ડ 2024 અનંત નાગને, 22 સપ્ટેમ્બરે કેવડિયામાં એનાયત થશે

ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળ કામ કરતી મુખ્ય સંસ્થા પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો (PIB) એ તેના એક્સ હેન્ડલ પર જાહેરાત કરી છે કે દિગ્ગજ અભિનેતા અનંત નાગને દાદા સાહેબ ફાળકે પુરસ્કાર 2024 આપવામાં આવશે.

PIB એ લખ્યું, 'દાદા સાહેબ ફાળકે પુરસ્કાર 2024 અનંત નાગને આપવામાં આવશે.' સાથે જણાવ્યું કે ભારત સરકાર દાદા સાહેબ ફાળકે પુરસ્કાર સિલેક્શન કમિટીની ભલામણ પર આ જાહેરાત કરતા ખુશી અનુભવી રહી છે કે અનંત નાગને ભારતીય સિનેમામાં તેમની શાનદાર સફર અને યોગદાન માટે આ પ્રતિષ્ઠિત પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. તેમણે અનેક પેઢીઓને પ્રેરણા આપી છે.

આ પુરસ્કાર 22 સપ્ટેમ્બર, 2026ના રોજ 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં કેવડિયામાં આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં પહેલી વાર રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ યોજાશે, જેમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ પુરસ્કાર એનાયત કરશે.

અનંત નાગ કોણ છે? અનંત નાગ એક દિગ્ગજ અભિનેતા અને રાજકારણી છે. તેમનો જન્મ 4 સપ્ટેમ્બર 1948ના રોજ થયો હતો. તેમણે કન્નડ સિનેમામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. તેમના કરિયરમાં તેમણે 300થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે, જેમાં કન્નડ, હિન્દી, તેલુગુ, તમિલ, મરાઠી અને મલયાલમ ફિલ્મોનો સમાવેશ થાય છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનંત નાગને અભિનંદન પાઠવ્યા છે. તેમણે કહ્યું, 'દિગ્ગજ અનંત નાગને દાદા સાહેબ ફાળકે પુરસ્કાર મળવા બદલ અભિનંદન. દાયકાઓથી તેમની સહજ અભિનય, અદ્ભુત વૈવિધ્ય અને પ્રતિભાએ ભારતીય સિનેમા, ખાસ કરીને કન્નડ સિનેમા પર ઊંડી છાપ છોડી છે. તેમણે જે પણ ભૂમિકા ભજવી છે...'