સત્ય. સાહસ. સંકલ્પ.

અમૂલે દહીં અને લસ્સીના ભાવ વધાર્યા, દહીંના કિલોમાં 5 રૂપિયાનો વધારો

અમૂલે દહીં અને લસ્સીના ભાવ વધાર્યા, દહીંના કિલોમાં 5 રૂપિયાનો વધારો

અમૂલે દૂધ અને ઘી બાદ હવે દહીં અને લસ્સીના ભાવમાં વધારો કર્યો છે. કંપનીએ અમૂલ મસ્તી દહીંના એક કિલોના પેકેટમાં પાંચ રૂપિયાનો વધારો કર્યો છે, જ્યારે 380 ગ્રામના પેકેટમાં બે રૂપિયાનો વધારો કરાયો છે. આ ઉપરાંત અમૂલ મસ્તી દહીંના એક કિલોના બકેટમાં પણ પાંચ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. અમૂલ પ્રોડક્ટ બાયોટિક રોઝ લસ્સીના ભાવમાં પણ બે રૂપિયાનો વધારો કરાયો છે.

નવા ભાવ વધારા બાદ અમૂલ મસ્તી દહીંના એક કિલોના ભાવ પાંચ રૂપિયા વધીને 85 રૂપિયા થઈ ગયા છે. 380 ગ્રામના પેકેટનો ભાવ બે રૂપિયા વધીને 37 રૂપિયા થયો છે, જ્યારે એક કિલોના બકેટનો ભાવ પાંચ રૂપિયા વધીને 120 રૂપિયા થયો છે. અમૂલ બાયોટિક રોઝ લસ્સીનો ભાવ પણ બે રૂપિયા વધીને 17 રૂપિયા થયો છે.

આ ભાવ વધારાને કારણે સામાન્ય ગ્રાહકો પર આર્થિક બોજ વધ્યો છે. ઘી અને દૂધ પછી દહીંમાં થયેલા આ વધારા સામે લોકોએ મોંઘવારી પર નિયંત્રણ લાવવાની માંગ કરી છે. અમૂલ દ્વારા ભાવ વધારાનું કારણ હજુ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી.