સત્ય. સાહસ. સંકલ્પ.

અમુલે દહીં અને લસ્સીના ભાવ વધાર્યા, જાણો નવા દર

અમુલે દહીં અને લસ્સીના ભાવ વધાર્યા, જાણો નવા દર

અમુલ દૂધના ભાવમાં તાજેતરમાં થયેલા વધારા બાદ હવે દહીં અને લસ્સી જેવી ડેરી પ્રોડક્ટ્સના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અમુલે મસ્તી દહીંના ભાવમાં પ્રતિ કિલો 5 રૂપિયાનો વધારો કર્યો છે.

ભાવ વધારા પછી 1 કિલો મસ્તી દહીંનો નવો ભાવ 85 રૂપિયા થયો છે. અન્ય પેકિંગમાં પણ ભાવ વધ્યા છે. 380 ગ્રામ મસ્તી દહીં હવે 37 રૂપિયામાં મળશે, જ્યારે 1 કિલો મસ્તી દહીં બકેટનો ભાવ 120 રૂપિયા થયો છે.

માત્ર દહીં જ નહીં, અમુલ પ્રોબાયોટિક રોઝ લસ્સીના ભાવમાં પણ 2 રૂપિયાનો વધારો થયો છે. વધારા બાદ લસ્સીનો નવો ભાવ 17 રૂપિયા થયો છે. આ ભાવ વધારાનો બોજ સામાન્ય ગ્રાહકોના રોજિંદા બજેટ પર પડશે.