સત્ય. સાહસ. સંકલ્પ.

અમૂલે દહીં અને લસ્સીના ભાવ વધાર્યા, દૂધ બાદ ગ્રાહકો પર વધુ બોજ

અમૂલે દહીં અને લસ્સીના ભાવ વધાર્યા, દૂધ બાદ ગ્રાહકો પર વધુ બોજ

અમૂલે દૂધના ભાવ વધાર્યા બાદ હવે દહીં અને લસ્સીના ભાવમાં પણ વધારો કર્યો છે. નવા ભાવપત્રક મુજબ 1 કિલોગ્રામ દહીંનો ભાવ 80 રૂપિયાથી વધારીને 85 રૂપિયા કરવામાં આવ્યો છે, એટલે કે કિલોએ 5 રૂપિયાનો વધારો થયો છે.

380 ગ્રામ દહીંની થેલીનો ભાવ 35 રૂપિયાથી વધારીને 37 રૂપિયા કરાયો છે. તેમજ 1 કિલોગ્રામ દહીંની બકેટ માટે હવે ગ્રાહકોએ 115 રૂપિયાના બદલે 120 રૂપિયા ચૂકવવા પડશે.

દહીંની સાથે અમૂલ રોઝ લસ્સી પણ મોંઘી થઈ છે. તેનો ભાવ 15 રૂપિયાથી વધારીને 17 રૂપિયા કરવામાં આવ્યો છે.

આ પહેલાં ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (જીસીએમએમએફ)એ 12 નવેમ્બર 2026થી દેશભરમાં અમૂલ બ્રાન્ડ હેઠળ વેચાતા તાજા દૂધના ભાવમાં 4થી 5 ટકાનો વધારો કર્યો હતો. તેમાં અમૂલ તાઝા (ટોન્ડ મિલ્ક, 3 ટકા ફેટ)ના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો અને અમૂલ ગોલ્ડ (6 ટકા ફેટ ધરાવતું દૂધ)ના ભાવમાં પ્રતિ લિટર 4 રૂપિયાનો વધારો સામે હતો. દિવાળીના તહેવારોમાં અમૂલ અને મધર ડેરીએ દૂધના ભાવમાં પ્રતિ લિટર 2થી 4 રૂપિયા સુધીનો વધારો કર્યો હતો.

દૂધ બાદ હવે રોજિંદા વપરાશની અન્ય ડેરી પ્રોડક્ટ્સના ભાવ વધતાં મધ્યમવર્ગીય પરિવારો અને ગૃહિણીઓના બજેટ પર આર્થિક બોજ વધ્યો છે.