સત્ય. સાહસ. સંકલ્પ.

અમૂલની છાશમાં ચૂપચાપ માત્રા ઘટાડો: ભાવ યથાવત, પેકેટમાં 10-30 ML ઓછું

અમૂલની છાશમાં ચૂપચાપ માત્રા ઘટાડો: ભાવ યથાવત, પેકેટમાં 10-30 ML ઓછું

અમૂલે છાશના ભાવમાં વધારો નથી કર્યો, પરંતુ પેકેટમાં માત્રા ઘટાડી છે. 20 રૂપિયાના પેકેટમાં પહેલા 650 ML છાશ મળતી હતી, હવે 620 ML મળશે. 10 રૂપિયાના પેકેટમાં 300 MLને બદલે 280 ML છાશ મળશે.

આ પહેલા અમૂલે દૂધ, દહીં અને લસ્સીના ભાવમાં વધારો કર્યો હતો. હવે છાશની માત્રામાં ઘટાડો કરીને ગ્રાહકોને પરોક્ષ રીતે ભારણ વધાર્યું છે.

અમૂલ મસ્તી દહીં 1 કિલોની કિંમત 5 રૂપિયા વધીને 85 રૂપિયા થઈ છે. 380 ગ્રામ પેકેટ 37 રૂપિયામાં મળશે. 1 કિલો બકેટ 120 રૂપિયા થઈ છે. અમૂલ પ્રો. બાયોટિક રોઝ લસ્સી 2 રૂપિયા વધીને 17 રૂપિયા થઈ છે.

GCMMFએ ઉત્પાદન ખર્ચ વધવાને કારણે આ ભાવવધારો કર્યો હોવાનું જણાવ્યું છે. નવા ભાવ રાજ્યભરમાં અમલમાં છે.