અમરેલી-બગસરા બાયપાસ રોડ પર તેલ ભરેલું ટેન્કર પલ્ટી જવાની ઘટના બની છે. અકસ્માતમાં ટેન્કરમાંથી મોટા પ્રમાણમાં તેલ રસ્તા પર ઢોળાઈ ગયું.
ઘટનાની જાણ થતાં આસપાસના વિસ્તારમાંથી લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે પહોંચ્યા હતા. લોકો ડબલા, પ્લાસ્ટિકના કેન અને અન્ય વાસણો લઈને આવ્યા હતા અને રસ્તા પર ઢોળાયેલું તેલ ભરવા માટે ભીડ થઈ ગઈ હતી.
તેલ ભરવા ઉમટેલી ભીડના કારણે રસ્તા પર ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાઈ હતી. જોકે, આ દરમિયાન કોઈ જાનહાનિના અહેવાલ નથી.
ઘટનાનો વીડિયો કેટલાક લોકોએ મોબાઈલમાં કેદ કર્યો હતો, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં લોકો જોખમી રીતે ઢોળાયેલું તેલ એકત્રિત કરતા જોઈ શકાય છે.
અકસ્માત સંદર્ભે વધુ વિગતો અધિકારીઓ તરફથી જાહેર થવાની બાકી છે. ટેન્કર પલ્ટવાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી.