સત્ય. સાહસ. સંકલ્પ.

અમરેલીના લીલીયામાં ખેતરમાં પાર્ક કરેલી કારમાં બે મજૂરોને જીવતા સળગાવી દેવાયા, ડબલ મર્ડરની ઘટના

અમરેલીના લીલીયામાં ખેતરમાં પાર્ક કરેલી કારમાં બે મજૂરોને જીવતા સળગાવી દેવાયા, ડબલ મર્ડરની ઘટના

અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના ગુંદરણ ગામની સીમમાં આવેલી સુરેશ બચુભાઈ શિંગાળાની વાડીમાં પાર્ક કરેલી તુફાન પેસેન્જર ગાડીમાં અજાણ્યા શખ્સોએ આગ ચાંપી દેતાં ગાડીમાં સૂતેલા બે મજૂરોના અડધા સળગેલા મૃતદેહો મળી આવ્યા છે. આ ઘટના ડબલ મર્ડર તરીકે સામે આવી છે.

ઘટનાની જાણ થતાં જ લીલીયા પોલીસ અને એફએસએલની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે પ્રાથમિક તપાસ બાદ બંને મૃતદેહોની ઓળખ કરી લીધી છે. મૃતકો મધ્યપ્રદેશના વતની છે. તેમની ઓળખ રવિ કમલેશભાઈ બધેલ (ઉં. 16) અને નીતિન રામસિંગ પચાયા (ઉં. 21) તરીકે થઈ છે.

આ કેસમાં લીલીયા પોલીસ સ્ટેશન ખાતે વિધિવત ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાને રાખી ડી.વાય.એસ.પી. વિસ્મય માનસેતાના સીધા સુપરવિઝન હેઠળ અલગ-અલગ દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે. પોલીસે કેટલાક શંકાસ્પદ ઈસમોને રાઉન્ડઅપ કરીને સઘન પૂછપરછ શરૂ કરી છે અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.