સત્ય. સાહસ. સંકલ્પ.

અમરેલીમાં ₹634 કરોડના સાયબર કૌભાંડનો પર્દાફાશ, SD Pay અને Apna Pay એપ્સ સામે કાર્યવાહી

અમરેલીમાં ₹634 કરોડના સાયબર કૌભાંડનો પર્દાફાશ, SD Pay અને Apna Pay એપ્સ સામે કાર્યવાહી

અમરેલી જિલ્લામાં અત્યાર સુધીનું સૌથી મોટું સાયબર કૌભાંડ પકડાયું છે. SD Pay અને Apna Pay નામની મોબાઇલ એપ્લિકેશન મારફતે આશરે ₹634 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

પોલીસની SIT ટીમે આ કેસમાં કંપનીના ડિરેક્ટર સહિત 6 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ લોકોને નાણાં બમણા કરવાની અને રોકાણ પર દૈનિક કેશબેક આપવાની લાલચ આપીને છેતરતા હતા.

તપાસમાં સામે આવ્યું છે કે, SD Pay એપ્લિકેશનના 10 લાખથી વધુ ડાઉનલોડ્સ અને યુઝર્સ હતા. મળતી માહિતી મુજબ, આશરે દોઢથી પોણા બે લાખ લોકો આ કૌભાંડનો ભોગ બન્યા હોવાનો અંદાજ છે.

કરોડોના વ્યવહારો માટે SD Hub, Shiv Dharti Communication અને Upay Digi જેવી કુલ સાત બોગસ કંપનીઓ ઊભી કરવામાં આવી હતી. આ કંપનીઓના 15 બેંક ખાતાઓમાં ₹635 કરોડના ટ્રાન્ઝેક્શન અને જમા રકમ મળી આવી છે.

આ ઉપરાંત NCCRP પોર્ટલ પર દેશભરમાંથી 83 ફરિયાદો નોંધાઈ છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે, જેમાં કૌભાંડની રકમ અને પીડિતોની સંખ્યા વધવાની શક્યતા છે.