સત્ય. સાહસ. સંકલ્પ.

અમરાવતી હાઈવે પર ટ્રક-પિકઅપ અકસ્માતમાં 7ના મોત, 21 ઘાયલ

અમરાવતી હાઈવે પર ટ્રક-પિકઅપ અકસ્માતમાં 7ના મોત, 21 ઘાયલ

મહારાષ્ટ્રના અમરાવતી અને બુલઢાણા જિલ્લામાં શુક્રવારે સવારે એક ગંભીર માર્ગ અકસ્માત થયો છે. શ્રદ્ધાળુઓથી ભરેલી પિકઅપને ટ્રકે ટક્કર મારતાં સમૃદ્ધિ મહામાર્ગ પર સાત લોકોના મોત થયા છે અને 21 લોકો ઘાયલ થયા છે.

અકસ્માત અમરાવતી જિલ્લાના ધામણગાંવ રેલવે સ્ટેશન પાસે સમૃદ્ધિ મહામાર્ગ પર ચેનલ નંબર 97 પર થયો હતો. પિકઅપમાં સવાર લોકો બુલઢાણા જિલ્લાના શેગાંવથી મા દુર્ગાની મૂર્તિ લઈને વર્ધા તરફ જઈ રહ્યા હતા. તે સમયે પિકઅપ અને ટ્રક વચ્ચે ભીષણ ટક્કર થઈ હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે પાંચ લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં, જ્યારે સારવાર દરમિયાન વધુ બે લોકોએ જીવ ગુમાવ્યો હતો. અકસ્માતમાં કુલ 21 લોકો ઘાયલ થયા છે. તમામ ઘાયલોને તાત્કાલિક ધામણગાંવ ગ્રામીણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ડૉક્ટરોના જણાવ્યા અનુસાર, ચારથી પાંચ ઘાયલોની હાલત અત્યંત ગંભીર છે, જ્યારે 14થી 15 લોકોને સામાન્ય ઈજાઓ થઈ છે. પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે અને અકસ્માતના કારણો જાણવાનો પ્રયાસ કરી રહી છે.