બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનના ક્વિઝ શો 'કૌન બનેગા કરોડપતિ' (KBC)નું શૂટિંગ છેલ્લા એક અઠવાડિયાથી રોકવામાં આવ્યું છે. સમાચાર એજન્સી IANSને સૂત્રોએ જણાવ્યું કે અમિતાભ બચ્ચનની તબિયત સારી નથી, જેના કારણે શોના નિર્માતાઓએ નવા એપિસોડનું શૂટિંગ હાલ પૂરતું બંધ રાખ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, અમિતાભ બચ્ચન છેલ્લા કેટલાક સમયથી સ્વાસ્થ્યની તકલીફ અનુભવી રહ્યા છે. તેથી નિર્માતાઓએ શૂટિંગ થોડા સમય માટે મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે. જોકે, શૂટિંગ ક્યારે ફરી શરૂ થશે તે અંગે હજુ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.