સત્ય. સાહસ. સંકલ્પ.

અમીષા પટેલે હાર્દિક પંડ્યા સાથે ડેટિંગની અફવાને ફગાવી, ટ્રોલરને કડક જવાબ આપ્યો

અમીષા પટેલે હાર્દિક પંડ્યા સાથે ડેટિંગની અફવાને ફગાવી, ટ્રોલરને કડક જવાબ આપ્યો

મુંબઈ: અભિનેત્રી અમીષા પટેલે ક્રિકેટર હાર્દિક પંડ્યા સાથે ડેટિંગની અફવાઓને સોશિયલ મીડિયા પર સખત શબ્દોમાં ફગાવી દીધી છે. મુંબઈની તાજમહેલ પેલેસમાં અમીષા હાર્દિકને તેના મિત્રો સાથે ઓળખાણ કરાવી રહી હતી, તેનો એક વીડિયો વાયરલ થયો હતો.

એક X યુઝરે આ વીડિયો પર ટિપ્પણી કરીને બંને વચ્ચે રોમેન્ટિક સંબંધ હોવાની અટકળો કરી હતી. યુઝરે લખ્યું હતું કે, 'અમીષાએ હાર્દિકના ખભા પર જે રીતે હાથ રાખ્યો, તેનાથી લાગે છે કે Reddit પર ચાલી રહેલી અફવાઓ સાચી છે.'

આ ટિપ્પણીનો જવાબ આપતા અમીષાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં કટાક્ષ કરતા કહ્યું, 'તે ક્ષણ ખરેખર રોમેન્ટિક હતી. હું તમને નથી ઓળખતી, પણ ચોક્કસ તમારી પાસે કોઈ મિત્ર નથી, અહીં સુધી કે ગર્લફ્રેન્ડ પણ નથી. આવી વાતો પર પોસ્ટ કરતા પહેલા તમારે કોઈ છોકરીને મિત્ર બનાવવી જોઈએ.'

ઉલ્લેખનીય છે કે હાર્દિક પંડ્યા હાલ મોડેલ માહિકા શર્મા સાથે સંબંધમાં છે. ક્રિકેટરે 2025માં ઈન્સ્ટાગ્રામ પર આ સંબંધને જાહેર કર્યો હતો. અમીષાનો આ જવાબ તેમના સંબંધો અંગેની ચર્ચા વચ્ચે આવ્યો છે.