સત્ય. સાહસ. સંકલ્પ.

AMCની ઝુંબેશ: નવરંગપુરા-સાબરમતીમાં 9 એકમ સીલ, 2.10 લાખનો દંડ

AMCની ઝુંબેશ: નવરંગપુરા-સાબરમતીમાં 9 એકમ સીલ, 2.10 લાખનો દંડ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ ગંદકી અને પ્રતિબંધિત પ્લાસ્ટિક સામે ઝુંબેશ તેજ કરી છે. પશ્ચિમ ઝોનના ઘન કચરા વ્યવસ્થાપન વિભાગે છેલ્લા ત્રણ દિવસમાં 261 યુનિટનું ચેકિંગ કર્યું હતું.

આ ચેકિંગ દરમિયાન ગંદકી અને પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ મામલે 184 યુનિટને નોટિસ આપવામાં આવી છે. મનપાએ કુલ રૂ. 2,10,000નો દંડ વસૂલ્યો છે અને 5.8 કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કર્યું છે.

કાર્યવાહી અંતર્ગત નવરંગપુરા અને સાબરમતી વિસ્તારમાં 9 એકમને સીલ કરવામાં આવ્યા છે. AMCની આ કાર્યવાહી શહેરને સ્વચ્છ રાખવા અને પ્લાસ્ટિક બંધીને અમલમાં મૂકવાના પ્રયાસોના ભાગરૂપ છે.