સત્ય. સાહસ. સંકલ્પ.

તૃષાને અંબિકાની સલાહ: વિજય સાથે જાહેરમાં દેખાવાનું ટાળો

તૃષાને અંબિકાની સલાહ: વિજય સાથે જાહેરમાં દેખાવાનું ટાળો

મિલનાડુના મુખ્યમંત્રી અને અભિનેતા થલપતિ વિજય તથા અભિનેત્રી તૃષા કૃષ્ણનની બ્રિટનના સિલ્વરસ્ટોનમાં યોજાયેલી અજિત કુમારની લે મેન્સ કપ રેસમાં સાથે હાજરી ચર્ચામાં છે.

આ રેસને થલપતિ વિજયે લીલી ઝંડી બતાવીને ઉદ્ઘાટન કર્યું હતું, જ્યારે અભિનેતા અજિત કુમારે 38મું સ્થાન મેળવ્યું હતું.

રેસનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તૃષા, વિજય સાથે બાલ્કનીમાં જોવા મળી રહી છે. આ ઘટનાએ ફરી એકવાર બંને વચ્ચેના સંબંધની અફવાઓને ચર્ચામાં લાવી છે.

આ પૃષ્ઠભૂમિમાં, દિગ્ગજ અભિનેત્રી અંબિકાએ તૃષાને જાહેર સ્થળોએ વિજય સાથે દેખાવા અંગે સાવચેતી રાખવાની સલાહ આપી છે. સાઉથની ન્યૂઝ વેબસાઇટ રેડપિક્સને આપેલા ઇન્ટરવ્યુમાં અંબિકાએ કહ્યું, “તૃષાને કદાચ લાગતું હશે કે તે અને વિજય માત્ર મિત્રો છે, તેથી તેમને ટીકાથી ફરક પડતો નથી. પરંતુ વિજય એક મોટા પદ પર છે અને સાથે દેખાવાથી તેમને શરમનો સામનો કરવો પડે છે અથવા ખરાબ અસર પડે છે, તો હું તૃષાની જગ્યાએ હોત તો આવું ન કરત. હું પાછળ હટી જાત અને વિજય માટે મુશ્કેલી ઊભી ન કરત.”

અંબિકાએ એમ પણ કહ્યું કે માત્ર એક વ્યક્તિ મોટા પદ પર પહોંચી ગઈ છે એટલે મિત્રતા સમાપ્ત કરી શકાતી નથી. તેમણે ઉમેર્યું, “જ્યારે બે લોકો મિત્ર હોય છે અને તેમાંથી એક જીવનમાં ઉચ્ચ સ્થાન પર પહોંચી જાય છે, ત્યારે આપણે તે મિત્રતાને નકારી શકીએ નહીં. આપણે તેને કોઈ બીજો રંગ આપવો જોઈએ નહીં.”

અંબિકાએ વધુમાં જણાવ્યું કે જો કોઈ ખાસ જગ્યાએ મિત્ર સાથે તેમની હાજરીથી બિનજરૂરી ટીકા થઈ શકે છે, તો તેઓ ત્યાં જવાનું પસંદ કરશે નહીં.

અંબિકા સાઉથની લોકપ્રિય અભિનેત્રી છે. તેમની આ સલાહને ચાહકો અને મીડિયા દ્વારા ધ્યાનમાં લેવામાં આવી રહી છે.