સત્ય. સાહસ. સંકલ્પ.

યુથ ઓલિમ્પિકમાં ભારતને પહેલો બોક્સિંગ ગોલ્ડ, અંબેકર મીતેઈએ ફાઇનલમાં આયરિશ ખેલાડીને હરાવ્યો

યુથ ઓલિમ્પિકમાં ભારતને પહેલો બોક્સિંગ ગોલ્ડ, અંબેકર મીતેઈએ ફાઇનલમાં આયરિશ ખેલાડીને હરાવ્યો

ડાકાર ખાતે ચાલી રહેલી 2026 યુથ ઓલિમ્પિકમાં ભારતીય મુક્કાબાજ એલ. અંબેકર મીતેઈએ પુરુષોની 50 કિલોગ્રામ વજન વર્ગની ફાઇનલમાં આયર્લેન્ડના જુબાની ક્રિસ્ટિયનને 3-2થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો છે. યુથ ઓલિમ્પિકના ઇતિહાસમાં બોક્સિંગમાં ભારતનો આ પહેલો ગોલ્ડ મેડલ છે.

ફાઇનલ મુકાબલો શરૂઆતમાં અઘરો સાબિત થયો હતો. પહેલા રાઉન્ડમાં પાંચેય જજોએ આયર્લેન્ડના ક્રિસ્ટિયનની તરફેણમાં નિર્ણય આપ્યો હતો. બીજા રાઉન્ડમાં અંબેકરે દમદાર વાપસી કરી અને ત્રણ જજોએ તેને વધુ સારો ખેલાડી ગણાવ્યો. ત્રીજા અને અંતિમ રાઉન્ડમાં ચાર જજોએ અંબેકરના પક્ષમાં નિર્ણય આપ્યો, જેથી તે 3-2થી વિજેતા થયો.

આ પહેલાં સેમિફાઇનલમાં અંબેકરે 5-0ની એકતરફી જીત નોંધાવી હતી. યુથ ઓલિમ્પિકમાં ભારતને બોક્સિંગમાં અગાઉ બે મેડલ મળ્યા હતા. શિવ થાપાએ 2010ના સિંગાપુર યુથ ઓલિમ્પિકમાં પુરુષોની 54 કિલોગ્રામ વર્ગમાં સિલ્વર અને વિકાસ કૃષ્ણે તે જ સંસ્કરણમાં 60 કિલોગ્રામ વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

અંબેકરની આ જીત પહેલાં ડાકાર યુથ ઓલિમ્પિકમાં ભારતીય દળે ત્રણ સિલ્વર અને પાંચ બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. આ મેડલ બેડમિન્ટન, જુડો, બીચ રેસલિંગ, સ્વિમિંગ, મહિલાઓની 100 મીટર હર્ડલ્સ અને વુશુમાં મળ્યા હતા. આ સ્પર્ધામાં ભારતનો આ પહેલો ગોલ્ડ છે.