મુંબઈના એન્ટિલિયા ખાતે અંબાણી પરિવારે ગણપતિ બાપ્પાનું વિસર્જન ધામધૂમથી કર્યું. દર વર્ષની પરંપરા મુજબ આ વખતે પણ 'એન્ટિલિયા ચા રાજા'ની વિદાય ભક્તિ અને ઉલ્લાસના માહોલમાં થઈ. ઢોલ-નગારા અને ગરબાના તાલે પરિવારના સભ્યો મસ્તીમાં લીન જોવા મળ્યા.
આ ઉજવણીમાં અંબાણી પરિવારની મોટી વહુ શ્લોકા મહેતા અને નાની વહુ રાધિકા મર્ચન્ટે ખાસ ધ્યાન ખેંચ્યું. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં બંને દેવરાણી-જેઠાણીએ એકબીજાના ગળામાં હાથ નાખીને બિન્દાસ ડાન્સ કર્યો. તેમની આ કેમિસ્ટ્રી અને સાદગીભર્યા ડાન્સે દર્શકોનું દિલ જીતી લીધું.
વાયરલ વીડિયોમાં રાધિકા પોતાની જેઠાણી શ્લોકા સાથે ડાન્સ કરતી અને શ્લોકા પણ નાની દેવરાણી સાથે મસ્તી કરતી દેખાય છે. બંને ખૂબ ખુશ દેખાય છે અને ઉજવણીનો જોરદાર ભાગ બને છે. આ જ કારણ છે કે સોશિયલ મીડિયા પર તેમની બોન્ડિંગ ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.
શ્લોકા મહેતા બ્રાઈટ પિંક રંગના ટ્રેડિશનલ આઉટફિટમાં જોવા મળી. તેના સૂટ પર ગોલ્ડન ટોનની હેવી એમ્બ્રોયડરી અને ઝીણું વર્ક દેખાઈ રહ્યું હતું, જે તેના લુકને ફેસ્ટિવ ટચ આપી રહ્યું હતું. તેણે વાળ અને મેકઅપ સિમ્પલ રાખ્યો હતો, જેથી આખો લુક એલિગન્ટ દેખાતો હતો.
બીજી તરફ, રાધિકા મર્ચન્ટ લાઈટ પિંક કલરના અનારકલી સૂટમાં જોવા મળી. તેના ડ્રેસ પર હળવું ડીટેલિંગ હતું અને તેણે લુકને સિમ્પલ અને ગ્રેસફુલ રાખ્યો હતો. જોકે, તેનો ડાન્સિંગ અંદાજ આ સાદા લુકથી સાવ અલગ રહ્યો. વિસર્જન દરમિયાન તે પૂરા જોશ સાથે ઉજવણી કરતી દેખાઈ.
આ પ્રસંગે નીતા અંબાણીએ પણ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને ભક્તિ દર્શાવી. આખા પરિવારે ઢોલ-નગારા અને ગરબાના તાલે ગણપતિ બાપ્પાને વિદાય આપી.