ગણેશ ચતુર્થીના પર્વ પર અંબાણી પરિવારે પરંપરા મુજબ એન્ટિલિયામાં 'એન્ટિલિયા ચા રાજા'નું વિસર્જન ધામધૂમથી કર્યું. આ પ્રસંગે પરિવારના સભ્યો ભક્તિ અને મસ્તીના રંગમાં લીન દેખાયા. ઢોલ-નગારા અને ગરબાની ધૂમ વચ્ચે ઉજવણી થઈ.
આ ઉજવણીમાં અંબાણી પરિવારની મોટી વહુ શ્લોકા મહેતા અને નાની વહુ રાધિકા મર્ચન્ટે સૌનું ધ્યાન ખેંચ્યું. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં બંને દેવરાણી-જેઠાણીએ એકબીજાના ગળામાં હાથ નાખીને ઢોલના તાલે બિન્દાસ ડાન્સ કર્યો. તેમની આ કેમિસ્ટ્રી અને સાદગીભર્યા ડાન્સે દર્શકોનું દિલ જીતી લીધું.
વાયરલ વીડિયોમાં રાધિકા મર્ચન્ટ પોતાની જેઠાણી શ્લોકા મહેતા સાથે ડાન્સ કરતી અને મસ્તી કરતી જોવા મળી. બંને ખૂબ ખુશ દેખાયા અને ઉજવણીનો ભાગ બન્યા. સોશિયલ મીડિયા પર આ વીડિયોને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.
શ્લોકા મહેતા બ્રાઈટ પિંક રંગના ટ્રેડિશનલ આઉટફિટમાં જોવા મળી, જેના પર ગોલ્ડન ટોનની હેવી એમ્બ્રોયડરી હતી. તેમણે વાળ અને મેકઅપ સિમ્પલ રાખ્યો હતો. બીજી તરફ રાધિકા મર્ચન્ટ લાઈટ પિંક કલરના અનારકલી સૂટમાં જોવા મળી, જેમાં હળવું ડીટેલિંગ હતું. તેમનો ડાન્સિંગ અંદાજ પૂરા જોશ સાથેનો હતો.
આ પ્રસંગે અંબાણી પરિવારના અન્ય સભ્યોએ પણ ઉજવણીમાં ભાગ લીધો હતો.