સત્ય. સાહસ. સંકલ્પ.

અંબાણી પરિવારના 'દેવી શક્તિ' ઉત્સવમાં બોલિવૂડ સિતારાઓની ભીડ, સ્વદેશ ઇરોસને એક વર્ષ પૂર્ણ

અંબાણી પરિવારના 'દેવી શક્તિ' ઉત્સવમાં બોલિવૂડ સિતારાઓની ભીડ, સ્વદેશ ઇરોસને એક વર્ષ પૂર્ણ

મુંબઈમાં શનિવારે સાંજે અંબાણી પરિવારે નવરાત્રિ પહેલા 'દેવી શક્તિ' નામના ઉત્સવનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ રિલાયન્સ રિટેલના લક્ઝરી સ્ટોર 'સ્વદેશ ઇરોસ'ને એક વર્ષ પૂર્ણ થયાના અવસરે યોજાયો હતો. સ્વદેશ ઇરોસ ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક ધરોહર, પરંપરાગત કલા, હસ્તકલા અને સ્થાનિક કારીગરોના કામને પ્રોત્સાહન આપવા તથા પ્રદર્શિત કરવા માટે શરૂ કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમમાં બોલિવૂડના અનેક જાણીતા કલાકારોએ હાજરી આપી હતી. રણવીર સિંહ, કૃતિ સેનન, આમિર ખાન, રશ્મિકા મંદાના, ગૌરી ખાન સહિત અનેક સેલિબ્રિટીઓ પહોંચ્યા હતા. આમિર ખાન તેની પત્ની ગૌરી સ્પ્રૈટ સાથે આવ્યો હતો અને દિગ્દર્શક રાજુ હિરાની સાથે પોઝ આપ્યો હતો. કાર્યક્રમમાં મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણી પણ હાજર રહી હતી. મુકેશ અંબાણીએ કાળો બંધગળો પહેર્યો હતો.

ઇવેન્ટમાં રશ્મિકા મંદાના અને શનાયા કપૂર પરંપરાગત લુકમાં જોવા મળ્યાં. એકતા કપૂર હળવા ગુલાબી આઉટફિટમાં સરળ અને એલિગન્ટ લુકમાં દેખાયાં. ઓરી પણ ઇવેન્ટમાં સામેલ થયો હતો. સંજય દત્ત બ્લેક આઉટફિટમાં પહોંચ્યો હતો. ભાવના પાંડે, મહીપ કપૂર અને ગૌરી ખાને સાથે પોઝ આપ્યા હતા. અમૃતા ફડણવીસ વાદળી રંગના આઉટફિટમાં જોવા મળ્યાં. ફરાહ ખાન પ્રિન્ટેડ આઉટફિટ અને સ્ટાઇલિશ જ્વેલરીમાં પહોંચી હતી. સારા અલી ખાન વાદળી અને સોનેરી રંગના આઉટફિટમાં દેખાઈ. કૃતિ સેનન પરંપરાગત લુકમાં જોવા મળી. કુશા કપિલા પણ અંબાણી પરિવારના કાર્યક્રમમાં પહોંચી હતી.

સ્વદેશ ઇરોસને એક વર્ષ પૂરા થવા નિમિત્તે એવા કારીગરોનું સન્માન કરવામાં આવ્યું, જેઓ પોતાની મહેનત, કૌશલ્ય અને સર્જનાત્મકતા દ્વારા દેશની પરંપરાગત કલાઓને જીવંત રાખી રહ્યા છે. મહેમાનોને ભારતની પ્રસિદ્ધ કલાઓ પાછળની ઝીણવટભરી પ્રક્રિયા સીધી નિહાળવાની તક મળી. આ માટે કાલીઘાટ પેઇન્ટિંગ, કલમકારી અને આશાવલી વણાટનું જીવંત પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનોમાં આ કલાઓ માટે જરૂરી ચોકસાઈ, ધીરજ અને નિપુણતા દર્શાવવામાં આવી હતી. મહેમાનોએ પેઢીઓથી ચાલી આવતી આ કારીગરીને નજીકથી સમજી હતી. કાર્યક્રમમાં લિમિટેડ-એડિશન કલમકારીનું ખાસ પ્રદર્શન પણ યોજાયું હતું, જેણે આ પરંપરાગત કલાની સુંદરતા ઉજાગર કરી હતી.