સત્ય. સાહસ. સંકલ્પ.

અંબાજી મંદિરમાં સોનાની ભેટમાં ભારે ઘટાડો: 2022માં 633 ગ્રામથી 2026માં માત્ર 36.5 ગ્રામ

અંબાજી મંદિરમાં સોનાની ભેટમાં ભારે ઘટાડો: 2022માં 633 ગ્રામથી 2026માં માત્ર 36.5 ગ્રામ

અંબાજી: સોનાના વધતા ભાવ અને મોંઘવારીની અસર હવે અંબાજી મંદિરમાં પણ દેખાઈ રહી છે. મા અંબાના દરબારમાં ભક્તો દ્વારા અપાતી સોનાની ભેટમાં છેલ્લા પાંચ વર્ષમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. વર્ષ 2022માં 633.290 ગ્રામ સોનું ભેટમાં મળ્યું હતું, જે 2026માં ઘટીને માત્ર 36.500 ગ્રામ થયું છે.

મંદિરના આંકડા દર્શાવે છે કે 2023માં 520 ગ્રામ, 2024માં 575.520 ગ્રામ, 2025માં 232.610 ગ્રામ અને 2026માં 36.500 ગ્રામ સોનું ભક્તોએ અર્પણ કર્યું. આ સતત ઘટાડો સોનાના ભાવમાં વધારો અને મોંઘવારીના કારણે થયો છે.

ભક્તોની આસ્થા મા અંબા પ્રત્યે અડીખમ છે, પરંતુ સોનું ખરીદવું સામાન્ય ભક્તો માટે પરવડે તેવું નથી રહ્યું. ભાદરવી પૂનમના મેળા દરમિયાન પણ સોનાની ભેટનું પ્રમાણ ઘટ્યું છે. મોંઘવારીના સમયમાં સોનાની ખરીદી પરિસરની બહાર થઈ ગઈ છે, જેની સીધી અસર મંદિરના દાન પર પડી છે.