સત્ય. સાહસ. સંકલ્પ.

અંબાજી પદયાત્રીઓ માટે ખેરાલુમાં ભવ્ય સેવા કેમ્પ, અમદાવાદના યુવાનો જોડાયા

અંબાજી પદયાત્રીઓ માટે ખેરાલુમાં ભવ્ય સેવા કેમ્પ, અમદાવાદના યુવાનો જોડાયા

અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાને લઈને મા અંબાના ધામ તરફ ભક્તોનો પ્રવાહ વધી રહ્યો છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા અંબાજી તરફ જઈ રહ્યા છે. આ પદયાત્રીઓની સેવા માટે વિવિધ સ્થળોએ સેવા કેમ્પો શરૂ કરવામાં આવ્યા છે.

આ ક્રમમાં અમદાવાદના સથવારા સમાજ અને પ્રજાપતિ સમાજના યુવાનોએ ખેરાલુ ખાતે ભવ્ય સેવા કેમ્પ શરૂ કર્યો છે. બંને સમાજના યુવાનોએ સાથે મળીને આ કેમ્પનું આયોજન કર્યું છે. અહીંથી પસાર થતા ભક્તો માટે ચા-પાણી, ગરમાગરમ નાસ્તો અને આરામની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

દિવસ-રાત ભક્તોની સેવામાં જોડાયેલા યુવાનો ઉત્સાહપૂર્વક સેવા કરી રહ્યા છે. પદયાત્રીઓ પણ આ સેવાકાર્યની સરાહના કરી રહ્યા છે.