મહેસાણાથી અંબાજી જતા માર્ગો પર 'જય અંબે'ના નાદ ગુંજી રહ્યા છે. ભાદરવી પૂનમના મેળાને લઈને પદયાત્રિકો અને સંઘોથી રસ્તાઓ ભરાઈ ગયા છે. આ શ્રદ્ધાળુઓની સેવામાં ઘણા સેવાભાવી લોકો રાત-દિવસ કામ કરી રહ્યા છે.
અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારના પાટીદાર સમાજના યુવાનોએ સતલાસણા પાસે એક મોટો સેવા કેમ્પ શરૂ કર્યો છે. અંબાજી જઈ રહેલા પદયાત્રીઓ માટે રહેવા, જમવા અને ચા-નાસ્તાની સારી વ્યવસ્થા કરવામાં આવી છે.
આ સેવા કેમ્પમાં સોશિયલ મીડિયાના જાણીતા કલાકાર ભાવેશ પટેલ (ઉર્ફે 'ભાવેશ ભમરાળો') પણ જોડાયા છે. તેઓ છેલ્લા ચાર દિવસથી કેમ્પમાં રહીને પદયાત્રીઓની સેવા કરી રહ્યા છે.