અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાને લઈને મા અંબાના ધામે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. હજારો ભક્તો પગપાળા અંબાજી તરફ જઈ રહ્યા છે. આ દરમિયાન પદયાત્રીઓની સેવા અને સુરક્ષા માટે માર્ગમાં અનેક સેવા કેમ્પો શરૂ કરવામાં આવ્યા છે.
સતલાસણા પાસે અમદાવાદના 30 જેટલા યુવાનો દ્વારા છેલ્લા 16 વર્ષથી ‘જય અંબે સેવા કેમ્પ’નું આયોજન કરવામાં આવે છે. આ કેમ્પમાં અમદાવાદના વેપારીઓ અને પોલીસ અધિકારીઓ ચાર દિવસ ખડેપગે રહીને ભક્તોની સેવા કરે છે. પદયાત્રીઓ માટે રહેવા, નાસ્તા ઉપરાંત તબીબી સુવિધાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
મહેસાણા પોલીસ દ્વારા પદયાત્રીઓની સુરક્ષાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસ કર્મચારીઓ માર્ગ પર તૈનાત છે અને પદયાત્રીઓને પાણી તેમજ નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું.