બનાસકાંઠા જિલ્લાના યાત્રાધામ અંબાજી ખાતે યોજાયેલા ભાદરવી પૂનમ મહામેળા દરમિયાન ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC)એ 20થી 26 સપ્ટેમ્બર સુધી 30,000 વધારાની ટ્રીપ દોડાવી હતી. આ સેવાનો કુલ 13.04 લાખ શ્રદ્ધાળુઓએ લાભ લીધો હતો.
નિગમને આ સાત દિવસમાં 9.51 કરોડ રૂપિયાની આવક થઈ છે. રાજ્યભરમાંથી આવતા માઈભક્તોને કોઈ અગવડ ન પડે તે માટે નિગમે યોગ્ય આયોજન કરીને પરિવહન સેવા પૂરી પાડી હતી.
અમદાવાદ વિભાગે આ મેળા દરમિયાન ગીતામંદિર સેન્ટ્રલ બસ સ્ટેન્ડ સહિત વિવિધ ડેપો પરથી કુલ 615 બસો દોડાવી હતી. આ બસોએ 1,085 ટ્રીપ પૂરી કરીને 57,902 મુસાફરોને અંબાજી પહોંચાડ્યા, જેનાથી વિભાગને આશરે 94.88 લાખ રૂપિયાની આવક થઈ.
મેળા દરમિયાન 26 સપ્ટેમ્બરે સૌથી વધુ ભીડ રહી. તે દિવસે 133 બસોએ 231 ટ્રીપ કરીને 12,884 શ્રદ્ધાળુઓને મુસાફરી કરાવી, જેનાથી એક જ દિવસમાં 26.95 લાખ રૂપિયાની આવક થઈ. તે દિવસે બસોએ 42,057 કિલોમીટર અંતર કાપ્યું હતું.
અમદાવાદ ડેપોના આંકડા પ્રમાણે, મેળા દરમિયાન બસોએ કુલ 1,97,975 કિલોમીટર અંતર કાપ્યું અને સરેરાશ EPKM 47.93 રૂપિયા રહ્યું હતું.
તારીખવાર વિગતો નીચે મુજબ રહી:
20-09-26: 9 બસ - 18 ટ્રીપ - 802 મુસાફર - 1,30,848 રૂપિયા
21-09-26: 56 બસ - 107 ટ્રીપ - 5,292 મુસાફર - 8,30,621 રૂપિયા
22-09-26: 85 બસ - 155 ટ્રીપ - 8,341 મુસાફર - 11,80,351 રૂપિયા
23-09-26: 120 બસ - 222 ટ્રીપ - 9,503 મુસાફર - 15,39,828 રૂપિયા
24-09-26: 107 બસ - 177 ટ્રીપ - 12,653 મુસાફર - 14,89,661 રૂપિયા
25-09-26: 78 બસ - 124 ટ્રીપ - 5,199 મુસાફર - 10,28,970 રૂપિયા
26-09-26: 133 બસ - 231 ટ્રીપ - 12,884 મુસાફર - 26,95,004 રૂપિયા
27-09-26: 27 બસ - 51 ટ્રીપ - 3,228 મુસાફર - 5,92,940 રૂપિયા
આમ, અંબાજી ભાદરવી પૂનમ મેળામાં ST નિગમે સારી આવક મેળવી હતી અને શ્રદ્ધાળુઓને સુવિધા પૂરી પાડી હતી.