સત્ય. સાહસ. સંકલ્પ.

અંબાજીના ભાદરવી પૂનમ મેળામાં 62 વર્ષથી નિઃશુલ્ક લીંબુ શરબતની સેવા

અંબાજીના ભાદરવી પૂનમ મેળામાં 62 વર્ષથી નિઃશુલ્ક લીંબુ શરબતની સેવા

અંબાજીના ભાદરવી પૂનમના મહામેળામાં લાખો માઈભક્તો મા અંબાના દર્શન માટે ઉમટી રહ્યા છે. આસ્થાની સાથે માનવસેવાની અનોખી પરંપરા પણ જોવા મળી રહી છે.

ચાચર ચોક ખાતે વાસદના નગીનભાઈ પટેલ છેલ્લા 62 વર્ષથી માઈભક્તોને નિઃશુલ્ક લીંબુ શરબત પીવડાવી રહ્યા છે. દાદાના સમયથી શરૂ થયેલી આ સેવા આજે ત્રીજી પેઢીએ પણ અવિરત જાળવી રાખી છે.

50થી વધુ સ્વયંસેવકો સાથે ચાર કાઉન્ટર પરથી ચાલતી આ સેવા માઈભક્તો માટે રાહત અને તાજગીનું કારણ બની રહી છે. લાંબી પદયાત્રા કરીને અંબાજી પહોંચેલા માઈભક્તો માટે ગરમી અને થાક વચ્ચે મળતું ઠંડું લીંબુ શરબત તાજગી અને નવી સ્ફૂર્તિ આપે છે.

‘જય અંબે’ના નાદ સાથે દર્શન તરફ આગળ વધતા માઈભક્તો માટે આ સેવા જાણે શ્રદ્ધાની યાત્રામાં મળતી પ્રેમભરી રાહત બની રહે છે. આ સેવા કેમ્પની જિલ્લા કલેક્ટર મિહિર પટેલે મુલાકાત લઈ નગીનભાઈ પટેલની અવિરત સેવાભાવનાને બિરદાવી હતી.