સત્ય. સાહસ. સંકલ્પ.

અંબાજી-ગબ્બર શક્તિ કોરિડોરને હાઈકોર્ટની મંજૂરી, જમીન વિવાદમાં સરકારને જીત

અંબાજી-ગબ્બર શક્તિ કોરિડોરને હાઈકોર્ટની મંજૂરી, જમીન વિવાદમાં સરકારને જીત

ગુજરાત હાઈકોર્ટે અંબાજી-ગબ્બર શક્તિ કોરિડોર પ્રોજેક્ટ માટે માર્ગ મોકળો કરી દીધો છે. કોર્ટે અંબાજી કેળવણી મંડળની જમીન સંપાદન સામેની અરજીઓ ફગાવી દીધી છે અને બનાસકાંઠા કલેક્ટરના આદેશમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો છે. આ નિર્ણયની સીધી અસર એ થશે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગણાતા આ પ્રોજેક્ટનું કામ હવે વેગ પકડશે.

રાજ્ય સરકારે કોર્ટમાં દલીલ કરી હતી કે વિવાદિત જમીન સરકારી માલિકીની છે અને તે મોટા જનહિત માટે જરૂરી છે. સરકારે જણાવ્યું હતું કે જમીનનો કબજો પહેલેથી જ લઈ લેવામાં આવ્યો છે. બીજી તરફ અરજદારોએ દલીલ કરી હતી કે આ જમીનનો ઉપયોગ શાળા અને રમતના મેદાન માટે થઈ રહ્યો છે. કોર્ટે અંતે રાજ્ય સરકારની દલીલોને માન્ય રાખી હતી.

આ કોરિડોર અંબાજી માતા મંદિરથી ગબ્બર મંદિર સુધીનો રહેશે. તેને ધાર્મિક પ્રવાસન અને માળખાગત વિકાસ માટે મહત્વનો પ્રોજેક્ટ ગણવામાં આવે છે. હાઈકોર્ટના આ નિર્ણય બાદ પ્રોજેક્ટના કામમાં આવતા કાનૂની અવરોધ દૂર થયા છે.