ભારતના અમન સહરાવતે 2026 એશિયન ગેમ્સમાં પુરુષોની 57 કિલોગ્રામ ફ્રીસ્ટાઈલ કુસ્તીનો ગોલ્ડ મેડલ જીત્યો છે. ફાઇનલમાં તેમણે ઉત્તર કોરિયાના ચોંગ સોંગને 11-7થી હરાવ્યો. ચોંગ સોંગ આ વજન વર્ગમાં વિશ્વના નંબર-1 પહેલવાન છે.
આ મેચ છેલ્લી મિનિટ સુધી રોમાંચક રહી. 6 મિનિટની મેચમાં ત્રણ-ત્રણ મિનિટના બે રાઉન્ડ થાય છે. અમને શરૂઆતમાં 2-0ની આગેવાની લીધી અને પહેલા ત્રણ મિનિટ પૂરા થાય ત્યાં સુધી તે આગળ હતો. પણ બીજા રાઉન્ડમાં ચોંગ સોંગે ચોથી અને પાંચમી મિનિટ દરમિયાન દબદબો જમાવ્યો અને અમન થાકેલો દેખાવા લાગ્યો.
છેલ્લી મિનિટ શરૂ થાય ત્યારે ચોંગ સોંગ 7-6થી આગળ હતો. ઉત્તર કોરિયાનો પહેલવાન આક્રમક રીતે ખેલી રહ્યો હતો અને એવું લાગતું હતું કે મેચ તેના તરફ ઢળી રહી છે. પણ તેની આક્રમકતા જ તેના માટે ભારે પડી. અમને ચોંગના ટેકડાઉન પ્રયાસ પર કાઉન્ટર એટેક કર્યો અને તેને મેટ પર પાડીને 2 અંક મેળવ્યા.
આ દરમિયાન ઉત્તર કોરિયાના ખેલાડીએ રેફરીના નિર્ણયને ચેલેન્જ કર્યો, પણ તે ચેલેન્જ તેને જ નુકસાનકારક સાબિત થયો. અંતે અમને 11-7થી જીત મેળવી.
આ અમન સહરાવતનો એશિયન ગેમ્સમાં પહેલો ગોલ્ડ મેડલ છે. 2022ના એશિયાઈ રમતોત્સવમાં તેમને બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. આ ગોલ્ડ 2026 એશિયન ગેમ્સમાં ભારતનો 20મો ગોલ્ડ મેડલ છે અને કુસ્તીમાં ભારતનો બીજો ગોલ્ડ છે.
અત્યાર સુધી ભારતે 20 ગોલ્ડ, 26 સિલ્વર અને 36 બ્રોન્ઝ મળીને કુલ 82 મેડલ જીત્યા છે. ભારત મેડલ ટેબલમાં પાંચમા સ્થાને છે.
(વધુમાં: એશિયન ગેમ્સ 2026માં ભારતને ગોલ્ડ અપાવનારા બે બોલરો વિશેની વિગતવાર લિંક આ પાના પર ઉપલબ્ધ છે.)