સત્ય. સાહસ. સંકલ્પ.

આલિયા ભટ્ટના અઢી લાખના ડ્રેસ અને એક લાખના સેન્ડલ ચર્ચામાં, 'લવ એન્ડ વોર'નો રેટ્રો લુક રિવીલ

આલિયા ભટ્ટના અઢી લાખના ડ્રેસ અને એક લાખના સેન્ડલ ચર્ચામાં, 'લવ એન્ડ વોર'નો રેટ્રો લુક રિવીલ

મુંબઈમાં ગુરુવારે આલિયા ભટ્ટે પ્રોડ્યુસ કરેલી ફિલ્મ 'ડોન્ટ બી શાય'નું ખાસ સ્ક્રીનિંગ યોજાયું હતું. આ ઇવેન્ટમાં આલિયા પતિ રણબીર કપૂર અને સાસુ નીતૂ કપૂર સાથે પહોંચી હતી. ઇવેન્ટમાં સૌથી વધુ ચર્ચા આલિયાના ડ્રેસની થઈ.

આલિયાએ ડિઝાઇનર આશિષ ગુપ્તાના ફૉલ 2026 રેડી ટુ વેર કલેક્શનનું સિક્વન ટોપ અને સ્કર્ટ પહેર્યું હતું. સિલ્વર રંગના સિક્વન પર યેલો, પિંક, બ્લુ અને રેડ રંગના ફૂલો બનેલા હતા. ટોપના ગોળ ગળા અને શોર્ટ સ્લીવ્સ પર સિલ્વરની મોટી સિક્વન બોર્ડર હતી. આશિષ ગુપ્તાના આ કલેક્શનની કિંમત ₹1,50,000થી ₹2,50,000 સુધીની છે. સોશિયલ મીડિયા પર આલિયાના ડ્રેસની કિંમત અઢી લાખ સુધીની અંદાજવામાં આવી રહી છે.

આલિયાએ સિલ્વર સિક્વન ડ્રેસ સાથે એક્વાઝુરા બ્રાન્ડની ચમકતા ક્રિસ્ટલ અને બૉ ડિઝાઇનવાળી ડાર્ક ગ્રીન કલરની પમ્પ્સ પહેરી હતી. આ વેરી બૉ ટાઇ ક્રિસ્ટલ પમ્પ્સની કિંમત ₹1,05,000થી વધુ આંકવામાં આવે છે. આલિયાએ મેચિંગ સિલ્વર ઇયરરિંગ પહેર્યા હતા અને મિનિમલ મેકઅપ સાથે વાળ વચ્ચેથી પાર્ટ કરીને ખુલ્લા રાખ્યા હતા.

ઇવેન્ટમાં રણબીર કપૂર આઇસ બ્લુ શર્ટ અને વ્હાઇટ પેન્ટમાં જોવા મળ્યો હતો, જ્યારે નીતૂ કપૂરે પણ સ્ટાઇલિશ આઉટફિટ પહેર્યો હતો. સ્ક્રીનિંગમાં કપૂર પરિવાર ઉપરાંત આલિયાના પિતા મહેશ ભટ્ટ, માતા સોની રાઝદાન અને બહેન શાહીન ભટ્ટ પણ હાજર રહ્યાં હતાં. બંને પરિવારોએ સાથે ફોટા પણ પડાવ્યા હતા.

સ્ક્રીનિંગમાં કરણ જોહર, વરુણ ધવન, અયાન મુખર્જી, શર્વરી વાઘ અને સમય રૈના સહિત અનેક સેલિબ્રિટીઝ પણ પહોંચ્યા હતા. 'ડોન્ટ બી શાય'નું નિર્માણ આલિયા અને શાહીન ભટ્ટે તેમના પ્રોડક્શન હાઉસ એટર્નલ સનશાઇન પ્રોડક્શન્સ હેઠળ કર્યું છે. ફિલ્મ 25 સપ્ટેમ્બરે પ્રાઇમ વીડિયો પર રિલીઝ થઈ ગઈ છે.

ફિલ્મ 'ડોન્ટ બી શાય'માં ચાર નવા અભિનેતાઓ અને એક નવા દિગ્દર્શક છે. ટ્રેલર લૉન્ચ ઇવેન્ટમાં આલિયાએ કહ્યું હતું, '14 વર્ષ પહેલાં મેં એક અભિનેત્રી તરીકે ડેબ્યૂ કર્યું હતું. આજે 14 વર્ષ બાદ હું ચાર નવા અભિનેતાઓ અને એક નવા દિગ્દર્શકને રજૂ કરી રહી છું.' તેમણે ઉમેર્યું, 'આ સમયે હું તેમના કરતાં ઘણી વધુ નર્વસ છું. મારા પેટમાં પતંગિયાં ઊડી રહ્યાં છે.' ફિલ્મમાં આરુષિ બજાજ, પીયૂષ ખાટી, અંશ દુગ્ગલ અને બિયાનકા અરોડા મુખ્ય ભૂમિકામાં છે.

બીજી તરફ, સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'લવ એન્ડ વોર'માંથી આલિયા ભટ્ટનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે. ભણસાલીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ 'X' પર આલિયાના લુકની પ્રથમ તસવીર શેર કરી છે. આ ફિલ્મમાં આલિયા ગ્લેમરસ રેટ્રો અને વિન્ટેજ અવતારમાં જોવા મળી રહી છે. ઓલ્ડ-સ્કૂલ ફેશન, સ્પાર્કલિંગ ડિટેલ્સ અને ક્લાસિક સ્ટાઇલિંગ સાથેનો આ લુક ચર્ચામાં છે.

તસવીરમાં આલિયા ભટ્ટ 60 અને 70ના દાયકાની રેટ્રો ફેશનમાં જોવા મળે છે. તેમના આઉટફિટમાં બ્લિંગ અને વિન્ટેજ સ્ટાઇલિંગ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. આ મોટા બજેટની ફિલ્મમાં આલિયા સાથે રણબીર કપૂર અને વિક્કી કૌશલ પણ મુખ્ય ભૂમિકામાં છે. અગાઉ ફિલ્મમાંથી રણબીર કપૂરનો પહેલો લુક પણ રિલીઝ થયો હતો, જેમાં તે મોટી મૂછો અને લોહીથી ખરડાયેલા હાથ સાથે જોવા મળ્યો હતો.