સત્ય. સાહસ. સંકલ્પ.

અલ્કારાઝે ટોમી પોલને હરાવી US ઓપન ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો; સબાલેન્કા પણ આગળ

અલ્કારાઝે ટોમી પોલને હરાવી US ઓપન ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો; સબાલેન્કા પણ આગળ

ન્યૂયોર્કમાં રમાઈ રહેલા US ઓપન 2026માં ડિફેન્ડિંગ ચેમ્પિયન કાર્લોસ અલ્કારાઝ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયા છે. તેણે મેન્સ સિંગલ્સમાં અમેરિકાના ટોમી પોલને 6-4, 6-3, 6-4થી હરાવ્યો. આ જીત સાથે તેની ગ્રાન્ડ સ્લેમમાં સતત 18 મેચ જીવવાની લય જળવાઈ રહી છે.

અલ્કારાઝ જમણા કાંડાની ઈજાને કારણે લગભગ ચાર મહિના કોર્ટથી દૂર હતો, ત્યારબાદ તે પાછો ફર્યો છે. ટુર્નામેન્ટમાં અત્યાર સુધી તેણે માત્ર એક સેટ ગુમાવ્યો છે. હવે ક્વાર્ટર ફાઇનલમાં તેનો મુકાબલો અમેરિકાના 8મી સીડ બેન શેલ્ટન સાથે થશે. શેલ્ટને સ્ટેફાનોસ સિટસિપાસને 6-2, 6-3, 6-4થી હરાવીને અંતિમ-8માં સ્થાન બનાવ્યું.

વિમેન્સ સિંગલ્સમાં આર્યના સબાલેન્કાએ અમેરિકાની ટેલર ટાઉનસેન્ડને 6-4, 6-3થી હરાવી. સબાલેન્કાએ પહેલો સેટ 6-4થી જીત્યો. બીજા સેટમાં 1-3થી પાછળ રહ્યા બાદ તેણે સતત પાંચ ગેમ જીતી અને મેચ પોતાના નામે કરી. આ જીત સાથે તે સતત છઠ્ઠી વખત US ઓપનના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી છે.

ક્વાર્ટર ફાઇનલમાં સબાલેન્કાનો મુકાબલો વિમ્બલ્ડન ચેમ્પિયન લિન્ડા નોસ્કોવા સાથે થશે, જેણે માર્તા કોસ્ટ્યુકને ત્રણ સેટમાં હરાવ્યું.

મેન્સ સિંગ્લસમાં પાંચ અમેરિકી ખેલાડીઓ અંતિમ-16માં પહોંચ્યા હતા - ટોમી પોલ, બેન શેલ્ટન, લર્નર ટિએન, ફ્રાન્સિસ ટિયાફો અને એલેક્સ માઇકલસન. 1995 પછી આ પ્રથમ વખત છે જ્યારે કોઈ ગ્રાન્ડ સ્લેમના અંતિમ-16માં પાંચ અમેરિકી પુરુષ ખેલાડીઓ પહોંચ્યા હોય.

આમાંથી ટિયાફોએ ભૂતપૂર્વ ચેમ્પિયન ડેનિયલ મેદવેદેવને 7-6, 6-4, 7-6થી હરાવ્યા, જ્યારે માઇકલસને ટોમસ માર્ટિન એચેવેરીને સીધા સેટમાં હરાવ્યા. હવે બંને વચ્ચે ક્વાર્ટર ફાઇનલમાં સામસામે થશે, જેનાથી સેમિફાઇનલમાં એક અમેરિકન ખેલાડીનું પહોંચવું નિશ્ચિત છે.

વિમેન્સ સિંગલ્સમાં પણ બે અમેરિકન ખેલાડીઓ વચ્ચે ક્વાર્ટર ફાઇનલ મુકાબલો થશે. જેસિકા પેગુલાએ સોરાના ક્રિસ્ટિયાને 6-3, 6-4થી હરાવ્યા, જ્યારે એમા નવારોએ અન્ના કાલિન્સકાયાને સીધા સેટમાં હરાવી.