સત્ય. સાહસ. સંકલ્પ.

અજય બ્રહ્મભટ્ટનું નિવેદન: 2027 ચૂંટણી પહેલાં કિર્તીસિંહ વાઘેલા પર ભાજપના સંકેત?

અજય બ્રહ્મભટ્ટનું નિવેદન: 2027 ચૂંટણી પહેલાં કિર્તીસિંહ વાઘેલા પર ભાજપના સંકેત?

ગુજરાતમાં 2027ની વિધાનસભા ચૂંટણીમાં હજુ લગભગ એક વર્ષ બાકી છે, પણ રાજકીય ગતિવિધિઓ અત્યારથી જ શરૂ થઈ ગઈ છે. થરા નગરપાલિકાની ચૂંટણી દરમિયાન ભાજપના પ્રદેશ મહામંત્રી અજય બ્રહ્મભટ્ટે 2027ની ચૂંટણી અંગે મહત્ત્વના સંકેત આપ્યા છે.

સભાને સંબોધતા તેમણે પૂર્વ ધારાસભ્ય કિર્તીસિંહ વાઘેલાની પ્રશંસા કરી હતી. તેમણે કિર્તીસિંહ વાઘેલાના અગાઉના કાર્યકાળનો ઉલ્લેખ કરતાં કહ્યું કે જો તેઓ હાલ ધારાસભ્ય હોત, તો પરિસ્થિતિ કંઈક અલગ હોત.

આ નિવેદન બાદ કિર્તીસિંહ વાઘેલાને આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ તરફથી ટિકિટ મળી શકે તેવી ચર્ચાએ વેગ પકડ્યો છે. જોકે, પક્ષ તરફથી ઉમેદવારી અંગે કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી. અજય બ્રહ્મભટ્ટના નિવેદનને કારણે સ્થાનિક રાજકારણમાં ચર્ચા તેજ બની છે.