બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પેરિસ ફેશન વીકના બિહાઈન્ડ-ધ-સીન્સ (BTS) ફોટા શેર કર્યા છે. આ તસવીરોમાં ગ્લેમ રૂમમાંથી લઈને રનવે સુધીનો તેમનો સફર દર્શાવવામાં આવ્યો છે, જેમાં તેમનો ભવ્ય અને ગ્લેમરસ લુક જોવા મળે છે. ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ચાહકોએ તેમની સુંદરતાના વખાણ કર્યા છે.
એક તસવીરમાં ઐશ્વર્યા બ્લેક સિલ્ક રોબ પહેરીને ગ્લેમ રૂમમાં બેઠેલી જોવા મળે છે. તેમના હાથમાં L’Oréalની ટેગલાઇન “I’m Worth It” લખેલો પંખો છે, જે તેઓ કેમેરા સામે દર્શાવે છે. આ આત્મવિશ્વાસભર્યો અંદાજ ચાહકોને ખૂબ પસંદ આવ્યો છે.
અન્ય તસવીરોમાં ઐશ્વર્યા તે જ વેલ્વેટ ગાઉનમાં દેખાય છે, જે તેમણે પેરિસ ફેશન વીકના રનવે શો દરમિયાન પહેર્યો હતો. આ લુકને વધુ ખાસ બનાવવા માટે તેમણે માથા પર તાજ પણ પહેર્યો હતો. ગાઉન, મેકઅપ અને ક્રાઉન સાથેનો તેમનો રોયલ લુક ચર્ચાનો વિષય બન્યો છે.
BTS તસવીરો સામે આવ્યા બાદ ચાહકોએ કોમેન્ટ સેક્શનમાં ઐશ્વર્યાના વખાણ કર્યા. એક ચાહકે લખ્યું, “તે આના હકદાર છે અને તે પોતે પણ જાણે છે.” અન્ય એક યુઝરે લખ્યું, “ઐશ્વર્યા રાય જેવું બીજું કોઈ ક્યારેય નહીં હોય.” ઘણા યુઝર્સે હાર્ટ અને ફાયર ઇમોજી દ્વારા પ્રશંસા કરી.
માત્ર ચાહકો જ નહીં, ફિલ્મ અને ફેશન ઇન્ડસ્ટ્રીના સેલિબ્રિટીઝે પણ પ્રતિક્રિયા આપી. ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા અને અભિનેત્રી અદિતિ રાવ હૈદરીએ હાર્ટ ઇમોજી દ્વારા પ્રેમ વ્યક્ત કર્યો, જ્યારે શાલિની પાસીએ “Love” લખીને ઐશ્વર્યાના લુકની પ્રશંસા કરી.
પેરિસ ફેશન વીકમાં ઐશ્વર્યાનો રોયલ અને ગ્લેમરસ અંદાજ પહેલેથી જ ચર્ચામાં હતો. હવે તેમના પડદા પાછળના ફોટાએ પણ ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે. વર્ષોથી પોતાની સુંદરતા અને સ્ટાઇલથી લોકોના દિલ જીતતી ઐશ્વર્યાના આ નવા ફોટા ફરી એકવાર સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યા છે.