સત્ય. સાહસ. સંકલ્પ.

પેરિસ ફેશન વીકમાં ઐશ્વર્યા રાયનો રોયલ લુક, રેમ્પ પર કહ્યું 'નમસ્તે'

પેરિસ ફેશન વીકમાં ઐશ્વર્યા રાયનો રોયલ લુક, રેમ્પ પર કહ્યું 'નમસ્તે'

બોલિવૂડ સ્ટાર ઐશ્વર્યા રાય બચ્ચને સોમવારે પેરિસ ફેશન વીક 2026માં રેમ્પ વૉક કર્યું. એફિલ ટાવરના બેકગ્રાઉન્ડમાં તેમનો રોયલ લુક ચર્ચામાં રહ્યો. ઐશ્વર્યાએ યારા શૂમેકરનો વેલ્વેટ આઉટફિટ પહેર્યો હતો અને તેની સાથે હીરાનો તાજ પણ પહેર્યો હતો.

મંચ પર વૉક કરતી વખતે ઐશ્વર્યાએ 'નમસ્તે' કહીને ફેન્સને ઘેલા કર્યા હતા. ઇવેન્ટની તસવીરો અને વીડિયોમાં તમામ સિતારા રેમ્પ પર મસ્તી કરતા જોવા મળ્યા હતા.

ઐશ્વર્યા સાથે ઇન્ટરનેશનલ સ્ટાર્સ સિમોન એશ્લી, સેલિન ડિયોન, ઈવા લોન્ગોરિયા અને કેન્ડલ જેનરે પણ વૉક કરી હતી. ઐશ્વર્યા કેન્ડલ જેનર અને અન્ય આંતરરાષ્ટ્રીય સેલેબ્સ સાથે મંચ શેર કરતી જોવા મળી હતી. બંને લોરિયલની બ્રાન્ડ એમ્બેસેડર છે.

પેરિસ ફેશન વીક પહેલાંનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં ઐશ્વર્યા રાય સિમોન એશ્લીનો હાથ પકડીને તેમની સાથે વાત કરતી જોવા મળી રહી છે. સિમોન એશ્લી લોકપ્રિય 'બ્રિજર્ટન' સિરીઝ માટે જાણીતી છે. બેકસ્ટેજ પરથી પણ સિમોન અને ઐશ્વર્યાની ઘણી તસવીરો સામે આવી છે.

પૉપ સ્ટાર રિહાના ઑડિયન્સમાં બેસીને વૉકનો આનંદ માણતી જોવા મળી હતી. રિહાનાએ ગોલ્ડન શિમરી ડ્રેસ પહેર્યો હતો. પેરિસ ફેશન વીકમાં મીકા અડાલાએ પણ વૉક કરી હતી.

પેરિસ ફેશન વીક વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત ફેશન આયોજનોમાંનું એક છે. અહીં દુનિયાની મોટી ફેશન બ્રાન્ડ્સ પોતાના નવા કલેક્શન રજૂ કરે છે. ફેશન ઉદ્યોગમાં નવા ટ્રેન્ડ્સ અને ડિઝાઇનની દિશા નક્કી કરતા આયોજનોમાં તેની ગણના થાય છે. પેરિસ ફેશન વીકનું આયોજન વર્ષમાં ચાર વખત થાય છે. સિઝન પ્રમાણે કલેક્શન રજૂ કરવામાં આવે છે.