સત્ય. સાહસ. સંકલ્પ.

Airtel પોસ્ટપેડ પ્લાન 50 રૂપિયા મોંઘા, દર વર્ષે મફત ઇન્ટરનેશનલ રોમિંગ મળશે

Airtel પોસ્ટપેડ પ્લાન 50 રૂપિયા મોંઘા, દર વર્ષે મફત ઇન્ટરનેશનલ રોમિંગ મળશે

ભારતી એરટેલે પોતાના તમામ પોસ્ટપેડ પ્લાનના ભાવમાં 50 રૂપિયાનો વધારો કર્યો છે. સાથે જ કંપનીએ જાહેરાત કરી છે કે દર વર્ષે એક ઇન્ટરનેશનલ રોમિંગ ટ્રિપ મફત આપવામાં આવશે. આ નિર્ણયથી એક તરફ ગ્રાહકોને ભાવવધારાનો ઝટકો લાગશે, તો બીજી તરફ વિદેશ પ્રવાસ કરતા લોકોને નવી સુવિધાનો લાભ મળશે.

કંપનીના સૂત્રોએ બુધવારે (7 ઓક્ટોબર) પીટીઆઈને જણાવ્યું કે નવા પ્લાન 8 ઓક્ટોબર, 2026થી લાગુ થશે. જૂના પોસ્ટપેડ ગ્રાહકોને પણ એક મહિનાની અંદર નજીકના ઊંચા પ્લાનમાં શિફ્ટ કરવામાં આવશે.

એરટેલે આપેલી માહિતી મુજબ, નવા પોસ્ટપેડ પ્લાનમાં દર વર્ષે એક ઇન્ટરનેશનલ ટ્રિપ માટે મફત રોમિંગ મળશે. કંપનીના અધિકારીઓ કહે છે કે આ સુવિધાની કિંમત 2,000 રૂપિયા છે. આ સાથે અગાઉ મળતા તમામ લાભો પણ ચાલુ રહેશે.

આ મફત રોમિંગ પેકમાં 5 જીબી ડેટા, 60 મિનિટ કોલિંગ, 25 આઉટગોઇંગ મેસેજ અને મફત ઇનકમિંગ મેસેજ મળશે. આ સુવિધા 5 દિવસ માટે માન્ય રહેશે.

ફેમિલી પ્લાનમાં જોડાયેલા દરેક સભ્યને અલગ-અલગ મફત રોમિંગની સુવિધા મળશે. ગ્રાહકો પોતાને જરૂર પડે ત્યારે આ સુવિધા સક્રિય કરી શકશે.

નોંધનીય છે કે એરટેલે તાજેતરમાં જ પોતાના પોસ્ટપેડ પ્લાનમાં મફત ઇન્ટરનેશનલ રોમિંગ ઉમેર્યું છે. આ ઉપરાંત ઝડપી લેન ટેક્નોલોજી, અમર્યાદિત ડેટા અને સ્પામ તથા છેતરપિંડીવાળા કોલ સામે નેટવર્ક સ્તરે સુરક્ષા જેવી સુવિધાઓ પણ મળે છે.