ટેલિકોમ કંપની એરટેલે તેના ગ્રાહકો માટે એક નવો પ્રીપેડ OTT પ્લાન રજૂ કર્યો છે. આ પ્લાનમાં ગ્રાહકોને અન્ય OTT એપ્સની સાથે મફતમાં YouTube Premiumનું સબ્સ્ક્રિપ્શન મળશે. તેનાથી ગ્રાહકો YouTube પર કોઈ જાહેરાત વિના પોતાના મનપસંદ વીડિયો જોઈ શકશે.
આ પહેલાં BSNLએ પણ પોતાના ગ્રાહકો માટે OTT પ્લાન રજૂ કર્યો હતો, જેમાં JioHotstar, SonyLIV અને Zee5નો એક્સેસ મળે છે. એરટેલના આ નવા પ્લાનમાં આ એપ્સની સાથે YouTube Premium પણ મળે છે.
એરટેલ અને YouTubeની ભાગીદારી હેઠળ રજૂ થયેલો આ પ્રીપેડ પ્લાન 200 રૂપિયામાં ઉપલબ્ધ છે. આ પ્લાનમાં ગ્રાહકોને 30GB વધારાનો ડેટા પણ મળે છે, જે તેમના નિયમિત પ્લાનમાં મળતા દૈનિક ડેટાથી અલગ છે. એટલે કે, નિયમિત પ્લાનનો ડેટા પૂરો થયા પછી પણ આ વધારાનો ડેટા વાપરી શકાશે.
OTT એપ્સની વાત કરીએ તો આ 200 રૂપિયાના પ્લાનમાં Prime Video, Zee5 Premium, JioHotstar અને SonyLIV સહિત કુલ 18 OTT એપ્સનો એક્સેસ મળે છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે.
પ્લાનનો લાભ લેવા માટે ગ્રાહકોએ 200 રૂપિયાનું ટૉપ-અપ કરાવ્યા પછી ફોનમાં Airtel Thanks એપ ખોલવી પડશે. ત્યારબાદ એપમાંના 'Rewards & OTT' વિભાગમાં જઈને YouTube Premium પસંદ કરવાનું રહેશે.
ત્રણ નવા પ્લાન પણ રજૂ
એરટેલે આ પહેલાં ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI)ની ભલામણને આધારે ત્રણ સસ્તા રિચાર્જ પ્લાન પણ રજૂ કર્યા છે. આ ત્રણેય પ્લાન ખાસ કરીને એવા ગ્રાહકો માટે છે, જેઓ ડેટાનો ઉપયોગ કરતા નથી. કંપનીએ આ પ્લાનને માત્ર વૉઇસ કૉલિંગની સુવિધા ધરાવતા પ્લાન તરીકે રજૂ કર્યા છે. આ પ્લાનની કિંમત 185 રૂપિયા, 203 રૂપિયા અને 206 રૂપિયા છે.
આ પ્લાનમાં ગ્રાહકોને સમગ્ર ભારતમાં કોઈપણ નેટવર્ક પર મફત કૉલિંગની સુવિધા મળે છે. આ ઉપરાંત અમર્યાદિત મફત નૅશનલ રોમિંગનો લાભ પણ મળશે. ત્રણેય પ્લાન સાથે કંપની કુલ 300 મફત SMS પણ આપે છે.
185 રૂપિયાના પ્લાનમાં 28 દિવસની વેલિડિટી મળે છે, 203 રૂપિયાના પ્લાનમાં 30 દિવસની અને 206 રૂપિયાના પ્લાનમાં કૅલેન્ડર મહિનાની વેલિડિટી મળે છે. એટલે કે 206 રૂપિયાનો પ્લાન આખા મહિના માટે માન્ય રહે છે.