જર્મનીના ફ્રેન્કફર્ટથી દિલ્હી આવી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-2030નું બુધવારે સવારે જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું. સુરક્ષા એજન્સીઓને વિમાન હાઇજેક કરવાની ધમકીની સૂચના મળી હતી.
વિમાન લેન્ડ થતાંની સાથે જ વિવિધ સુરક્ષા એજન્સીઓના અધિકારીઓએ તપાસ શરૂ કરી છે. હાલમાં વિમાનમાં કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ મળી આવી હોવાની કે તપાસના પરિણામની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
ફ્લાઇટરડાર24 અનુસાર, વિમાને મંગળવારે સાંજે લગભગ 7:30 વાગ્યે ફ્રેન્કફર્ટથી ઉડાન ભરી હતી. તે બુધવારે સવારે 4:15 વાગ્યે દિલ્હી પહોંચવાનું હતું, પરંતુ તે પહેલાં તેને જયપુર તરફ ડાયવર્ટ કરવામાં આવ્યું.
સમાચાર અપડેટ કરવામાં આવી રહ્યા છે.