સત્ય. સાહસ. સંકલ્પ.

લખનઉ એરપોર્ટ પર એર ઇન્ડિયાની ફ્લાઈટનો પ્રથમ લેન્ડિંગ પ્રયાસ નિષ્ફળ, બીજા પ્રયાસે સુરક્ષિત ઉતરાણ

લખનઉ એરપોર્ટ પર એર ઇન્ડિયાની ફ્લાઈટનો પ્રથમ લેન્ડિંગ પ્રયાસ નિષ્ફળ, બીજા પ્રયાસે સુરક્ષિત ઉતરાણ

લખનઉના ચૌધરી ચરણ સિંહ (અમોસી) એરપોર્ટ પર દિલ્હીથી આવતી એર ઇન્ડિયાની ફ્લાઈટ AI-1717 ને પ્રથમ લેન્ડિંગ પ્રયાસમાં 'ગો-અરાઉન્ડ' કરવું પડ્યું હતું. આ ફ્લાઈટમાં કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી પણ સવાર હતા.

એરપોર્ટ સૂત્રોના જણાવ્યા અનુસાર, લેન્ડિંગ સમયે એપ્રોચ 'અનસ્ટેબલ' (અસ્થિર) જણાતાં પાયલોટે સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેન્ડિંગ પ્રક્રિયા તાત્કાલિક રોકી દીધી હતી. ત્યારબાદ વિમાનને ફરી ઊંચાઈ પર લઈ જઈને બીજા પ્રયાસે સુરક્ષિત રીતે રનવે પર ઉતારવામાં આવ્યું હતું.

એરપોર્ટ સત્તાવાળાઓના જણાવ્યા મુજબ, આ એક સામાન્ય સુરક્ષા પ્રક્રિયા છે, જે કોઈ પણ સંભવિત જોખમ ટાળવા માટે અપનાવવામાં આવે છે. વિમાનના સફળ ઉતરાણ બાદ રાહુલ ગાંધી અને અન્ય તમામ મુસાફરો સહીસલામત છે.