સત્ય. સાહસ. સંકલ્પ.

રાજકોટ AIIMSમાં અત્યાધુનિક રેડિયોથેરાપી સુવિધા શરૂ, સૌરાષ્ટ્રના દર્દીઓને મોટા શહેરોમાં જવાની જરૂર નહીં

રાજકોટ AIIMSમાં અત્યાધુનિક રેડિયોથેરાપી સુવિધા શરૂ, સૌરાષ્ટ્રના દર્દીઓને મોટા શહેરોમાં જવાની જરૂર નહીં

રાજકોટ સ્થિત AIIMS ખાતે અત્યાધુનિક 'એડવાન્સ્ડ રેડિયોથેરાપી ફેસિલિટી'નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને તેને રાષ્ટ્રને સમર્પિત કરાઈ છે. કેન્દ્રીય આરોહ્ય મંત્રી જે.પી. નડ્ડાએ સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી.

આ સુવિધા અત્યાધુનિક ટેક્નોલોજી અને સાધનોથી સજ્જ છે. તેનાથી સૌરાષ્ટ્રના કેન્સર દર્દીઓને વધુ ચોક્કસ, સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત સારવાર નજીકમાં જ ઉપલબ્ધ થશે. અત્યાર સુધી આ દર્દીઓએ વિશેષ સારવાર માટે અમદાવાદ, વડોદરા અને મુંબઈ જેવા મોટા શહેરોમાં જવું પડતું હતું, જેની જરૂરિયાત હવે ઘટશે.

નડ્ડાએ જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર પ્રાથમિક આરોગ્ય સેવાઓને મજબૂત કરવા અને દ્વિતીયક સેવાઓ સાથે તેની કડી જોડવા તથા તૃતીયક આરોગ્ય સેવાઓનો વિસ્તાર કરવા પ્રતિબદ્ધ છે, જેથી દરેક નાગરિકને સુલભ, પરવડે તેવી અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવા મળે.