સત્ય. સાહસ. સંકલ્પ.

ન્યુયોર્ક યુનિવર્સિટીએ વિકસાવ્યું AI ટૂલ, 5 વર્ષ અગાઉ જ બ્રેસ્ટ કેન્સરનું જોખમ ઓળખશે

ન્યુયોર્ક યુનિવર્સિટીએ વિકસાવ્યું AI ટૂલ, 5 વર્ષ અગાઉ જ બ્રેસ્ટ કેન્સરનું જોખમ ઓળખશે

ન્યૂ યોર્ક યુનિવર્સિટી અને તેના પર્લમટર કેન્સર સેન્ટરના વૈજ્ઞાનિકોએ સ્તન કેન્સરના પ્રારંભિક નિદાન માટે એક નવું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત ટૂલ વિકસાવ્યું છે. આ ટૂલ મહિલાઓના 3D મેમોગ્રામ સ્કેનનું વિશ્લેષણ કરીને આગામી પાંચ વર્ષમાં કેન્સર થવાના જોખમની અગાઉથી આગાહી કરી શકે છે.

'અમેરિકન જર્નલ ઓફ રોએન્ટ્જેનોલોજી'માં પ્રકાશિત આ અભ્યાસ મુજબ, આ સિસ્ટમ દર્દીના જૂના અને તાજેતરના 3D મેમોગ્રામ સ્કેનની તુલના કરે છે અને સ્તન ટિશ્યુમાં સમય સાથે થતા અત્યંત સૂક્ષ્મ ફેરફારોને સતત ટ્રેક કરે છે. આ ફેરફારો સામાન્ય નજરે કે પરંપરાગત પદ્ધતિઓથી પકડવા મુશ્કેલ હોય છે.

આ તકનીકથી દર્દીઓને ઘણા જટિલ અને ખર્ચાળ ટેસ્ટમાંથી રાહત મળવાની સંભાવના છે. પ્રારંભિક તબક્કે જ જોખમ ઓળખી શકાય તેવું હોવાથી સમયસર યોગ્ય સારવાર શરૂ કરી શકાશે, જે મહિલાઓના સ્વાસ્થ્ય માટે મહત્ત્વનું પગલું મનાય છે.