સત્ય. સાહસ. સંકલ્પ.

દિવાળીમાં AI થી ઘર સજાવો: ફોટો અપલોડ કરો અને પ્રોમ્પ્ટ લખો, ડિઝાઇનરની જરૂર નહીં

દિવાળીમાં AI થી ઘર સજાવો: ફોટો અપલોડ કરો અને પ્રોમ્પ્ટ લખો, ડિઝાઇનરની જરૂર નહીં

દિવાળી નજીક આવે એટલે દરેક ઘરમાં સજાવટની ચિંતા શરૂ થઈ જાય છે. મુખ્ય દરવાજો કે લિવિંગ રૂમ કેવી રીતે સજાવવો, એ નક્કી કરવું ઘણી વાર મુશ્કેલ બની જાય છે. હવે આ કામ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ઉપયોગી બની શકે છે.

જેમિની કે ચેટજીપીટી જેવા AI ટૂલ્સ પર તમારા દરવાજા કે લિવિંગ રૂમનો ફોટો અપલોડ કરો અને એક સૂચના (પ્રોમ્પ્ટ) લખો. AI એ ફોટોને એ જ રચના રાખીને નવી સજાવટ સાથે બતાવી આપશે. આ રીતે ખરીદી કે સજાવટ શરૂ કરતા પહેલા તમે જોઈ શકો કે કઈ થીમ તમારા ઘરને શોભશે.

અહીં ત્રણ થીમ માટેના પ્રોમ્પ્ટ આપ્યા છે. આ પ્રોમ્પ્ટ અંગ્રેજીમાં લખેલા છે, કારણ કે AI ટૂલ્સ અંગ્રેજી સૂચના સારી રીતે સમજે છે. તેને જેમ છે તેમ કોપી કરીને પેસ્ટ કરી શકાય.

આધુનિક અને સાદી સજાવટ માટે: Give this entrance an aesthetic modern Diwali look. Keep the door and furniture as they are, but enhance the area with neat string lighting, minimalist lotus-shaped diya holders on the floor, a modern geometric rangoli, and elegant floral garlands framing the entrance.

હૂંફાળી લાઇટની સજાવટ માટે: Transform this space into a cozy Diwali-decorated entrance. Maintain the original structure and add delicate warm fairy lights draped around the doorway, subtle marigold accents, a sleek circular rangoli with lit diyas, and warm spotlighting on the potted plants.

પરંપરાગત ફૂલ અને દીવાની સજાવટ માટે: Redesign this entrance photo with a grand traditional Diwali theme. Keep the door and wall structure identical, but decorate with thick marigold and mango leaf garlands around the door frame, traditional brass diyas on the floor, an ornate multi-colored floral rangoli at the center, and warm glowing hanging lanterns (kandil).

ધ્યાન રાખવા જેવી વાત એ છે કે AI જે ચિત્ર બતાવે છે તે એક કલ્પના છે, વાસ્તવિક સજાવટ નહીં. ફૂલોની ઉપલબ્ધતા, દરવાજાનું માપ અને બજેટ જોતાં સજાવટમાં ફેરફાર કરવો પડી શકે. સાથે જ, ઘરનો ફોટો અપલોડ કરતી વખતે તેમાં કોઈ અંગત વિગત દેખાતી નથી તેની ખાતરી કરવી જોઈએ.

આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ સામગ્રીના આધારે છે. ઉપયોગ કરતા પહેલા પોતાનો વિવેક વાપરવો.