સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદમાં નવરાત્રિ દરમિયાન શાકભાજીના ભાવ 100 રૂપિયાથી પાર, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

અમદાવાદમાં નવરાત્રિ દરમિયાન શાકભાજીના ભાવ 100 રૂપિયાથી પાર, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

અમદાવાદમાં નવરાત્રિના તહેવારો વચ્ચે શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. હોલસેલ માર્કેટમાં શાકભાજીની આવકમાં 25% જેટલો ઘટાડો થયો છે, જેના કારણે છૂટક બજારમાં ભાવ પ્રતિ કિલો 80-100 રૂપિયાને પાર થઈ ગયા છે. લીંબુ અને વટાણા જેવા શાકભાજી 200 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે, જ્યારે આદુ 150-180 રૂપિયા અને ડુંગળી 70 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી છે. ટામેટાં અને કોબી 40-50 રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યા છે.

સ્થાનિક વેપારીઓના જણાવ્યા અનુસાર, મોસમી ફેરફારો અને પાકને નુકસાનને કારણે જથ્થાબંધ બજારમાં માલની આવક ઘટી છે. જ્યાં સુધી નવો પાક બજારમાં નહીં આવે, ત્યાં સુધી ભાવમાં નોંધપાત્ર ઘટાડાની શક્યતા ઓછી છે. ગૃહિણીઓએ જણાવ્યું છે કે મોંઘવારીને કારણે રસોડાનું બજેટ સંભાળવું મુશ્કેલ બન્યું છે અને શાકભાજી પર અગાઉ કરતાં બમણો ખર્ચ કરવો પડી રહ્યો છે. આથી ઘણા પરિવારોએ ખરીદીમાં કાપ મૂક્યો છે.