સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદમાં શાક માર્કેટ ખાલી, ફેરિયાઓ રોડ પર ધંધો કરવા મજબૂર

અમદાવાદમાં શાક માર્કેટ ખાલી, ફેરિયાઓ રોડ પર ધંધો કરવા મજબૂર

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફેરિયાઓ માટે બનાવવામાં આવેલાં શાક માર્કેટોની સ્થિતિ સવાલો ઉભા કરી રહી છે. એક તરફ માર્કેટોમાં થડા ખાલી પડ્યા છે, તો બીજી તરફ ફેરિયાઓ જાહેર રસ્તા પર દબાણ કરીને ધંધો કરી રહ્યા છે.

ABP અસ્મિતાની ટીમે થલતેજ વિસ્તારમાં આવેલા શાક માર્કેટની મુલાકાત લીધી હતી. ત્યાં આશરે 125 જેટલા થડા પૈકી મોટાભાગના થડા પર ફેરિયાઓ બેઠેલા જોવા મળ્યા હતા, પરંતુ માર્કેટની બહાર પણ ઘણા ફેરિયાઓ રોડ પર દબાણ કરીને વેપાર કરતા હતા.

લારી ચલાવતી એક મહિલાએ ABP અસ્મિતા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેમની પાસે લાયસન્સ નથી, તેથી તેઓ રોડ પર બેસીને ધંધો કરે છે. તેમણે ઉમેર્યું કે, જ્યારે દબાણ કરવા ગાડીઓ આવે છે, ત્યારે તેઓ લારી લઈને ચાલ્યા જાય છે, જેથી લારી બચી જાય છે.

આ ઉપરાંત, ગોતા વિસ્તારમાં વર્ષ 2025માં શરૂ કરાયેલા શાક માર્કેટમાં 150 થડા બનાવવામાં આવ્યા છે, પરંતુ ત્યાં માત્ર 8 જ વેપારીઓ ધંધો કરે છે. છેલ્લા 11 મહિનાથી આ માર્કેટ મોટે ભાગે ખાલી પડેલું છે. થડા માલિકોએ દર મહિને 2,500 રૂપિયા ભાડું અને 11,000 રૂપિયા ડિપોઝિટ ચૂકવી છે, પરંતુ ગ્રાહકો ન આવવાથી તેઓને નુકસાન વેઠવું પડી રહ્યું છે.

આ પરિસ્થિતિ મ્યુનિસિપલ તંત્રની કામગીરી અંગે પ્રશ્નો ઉભા કરે છે.