સત્ય. સાહસ. સંકલ્પ.

બિહારમાં રેલવે કામગીરીને કારણે અમદાવાદની 2 ટ્રેનો ડાયવર્ટ, પટના સહિત 5 સ્ટોપેજ રદ

બિહારમાં રેલવે કામગીરીને કારણે અમદાવાદની 2 ટ્રેનો ડાયવર્ટ, પટના સહિત 5 સ્ટોપેજ રદ

પૂર્વ મધ્ય રેલવેના દાનાપુર-સોનપુર ડિવિઝનમાં ઇન્ટરલોકિંગની કામગીરી ચાલી રહી છે. આ કારણે અમદાવાદ થઈને જતી બે લાંબા અંતરની ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી છે. રેલવે દ્વારા આ ટ્રેનોના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

ટ્રેન નંબર 15667 ગાંધીધામ-કામાખ્યા એક્સપ્રેસ 26 સપ્ટેમ્બર, 2026ના રોજ ગાંધીધામથી ઉપડશે. આ ટ્રેન વારાણસી જંક્શન-છપરા-શાહપુર પટોરી-બરૌની થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે. રૂટ બદલાવાના કારણે આ ટ્રેનનું પટના જંક્શન પર સ્ટોપેજ રહેશે નહીં.

ટ્રેન નંબર 15635 ઓખા-ગુવાહાટી એક્સપ્રેસ 25 સપ્ટેમ્બર અને 2 ઓક્ટોબર, 2026ના રોજ ઓખાથી ઉપડશે. આ ટ્રેન પણ વારાણસી જંક્શન-છપરા-શાહપુર પટોરી-બરૌની થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે. આ ફેરફારને કારણે ટ્રેનને પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંક્શન, બક્સર, પટના જંક્શન, બખ્તિયારપુર જંક્શન અને મોકામા જંક્શન પર સ્ટોપેજ આપવામાં આવશે નહીં. એટલે કે કુલ 5 સ્ટોપેજ રદ કરવામાં આવ્યા છે.

પૂર્વ મધ્ય રેલવેના દાનાપુર અને સોનપુર ડિવિઝન હેઠળના રાજેન્દ્ર પુલ, હાથીદહ જંક્શન અપર, ટાલ, રામપુર ડુમરા તથા દિનકર ગ્રામ સિમરિયા સ્ટેશનો પર પ્રી-નોન ઇન્ટરલોકિંગ અને નોન-ઇન્ટરલોકિંગ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ કામગીરી પૂર્ણ થાય ત્યાં સુધી ટ્રેનો ડાયવર્ટ રૂટ પર દોડાવવામાં આવશે.