સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદ: થલતેજમાં ડમ્પર હેઠળ 12 વર્ષની દીકરીનું મોત, ચાલકની ધરપકડ

અમદાવાદ: થલતેજમાં ડમ્પર હેઠળ 12 વર્ષની દીકરીનું મોત, ચાલકની ધરપકડ

અમદાવાદના થલતેજ વિસ્તારમાં શાળાએથી પરત ફરતી વખતે 12 વર્ષની બાળકીનું ડમ્પરની અડફેટે કરુણ મોત થયું છે. આ ઘટના ત્યારે બની જ્યારે બાળકી પોતાની માતા સાથે એક્ટિવા પર ઘરે જઈ રહી હતી. આ દરમિયાન એક ડમ્પરે તેમના વાહનને ટક્કર મારી હતી, જેમાં માતા તો બચી ગયાં, પરંતુ તેમની નજર સામે જ દીકરીએ જીવ ગુમાવ્યો.

પોલીસે જણાવ્યું કે આ ડમ્પર (GJ 24 X 5130) અગાઉ પણ એક દુર્ઘટનામાં સામેલ હતું, જેમાં બે લોકોના મોત થયા હતા. ઘટનાની જાણ થતાં જ એસ.જી. 1 ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ડમ્પર ચાલકની ધરપકડ કરી છે. બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આગળની તપાસ ચાલુ છે.

ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીના અહેવાલ મુજબ, રાજ્યમાં વર્ષ 2024માં કુલ 15,588 માર્ગ અકસ્માત થયા, જેમાં 7,717 લોકોએ જીવ ગુમાવ્યો. સરેરાશ દરરોજ 20 લોકો અકસ્માતમાં મોતને ભેટે છે, અને તેનું મુખ્ય કારણ ઓવર સ્પીડ છે.